🔥 ट्रेंडिंग "gangsterismpunjab" खोज में द ट्रिब्यू... पंजाब सरकार ने कर्मचारियों व पेंशनभोगि... पंजाब एडीए 2026 चयन प्रक्रिया पर कोर्ट... असम में नागाon लोकसभा बायपोल के 25 में... टीएमसी असम इकाई ने ईसी आदेश पर नागाon... असम के आइकन ज़ुबीन गर्ग की हत्या मामले...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોએ વધુ એક વખત સારવારથી બાળકને નવજીવન આપ્યું છે. જન્મ સમયે અત્યંત ઓછું એટલે ક

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 01:34 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્વાસની તકલીફ અને બ્લડ ક્લોટિંગની ગંભીર સમસ્યા ડિંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય શિવાનીબેન સત્યમ તિવારીની કાંતા હોસ્પિટલમાં અત્યંત પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી. જન્મ સમયે બાળકનું વજ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોએ વધુ એક વખત સારવારથી બાળકને નવજીવન આપ્યું છે. જન્મ સમયે અત્યંત ઓછું એટલે કે માત્ર 990 ગ્રામ વજન ધરાવતા અને ગંભીર ગૂંચવણોથી ઝઝૂમી રહેલા નવજાત શિશુને તબીબોની અથાક મહેનત અને વિશેષ નવજાત સંભાળથી નવજીવન મળ્યું છે. સતત 45 દિવસ સુધી ચાલેલી સઘન સારવાર બાદ બાળકના વજનમાં સારો વધારો થતાં તેને 1.63 કિલો વજન સાથે સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શ્વાસની તકલીફ અને બ્લડ ક્લોટિંગની ગંભીર સમસ્યા ડિંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય શિવાનીબેન સત્યમ તિવારીની કાંતા હોસ્પિટલમાં અત્યંત પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી. જન્મ સમયે બાળકનું વજન માંડ 990 ગ્રામ હતું. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર માટે વેનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં શ્વાસ લેવામાં પડતી તકલીફ તેમજ સેપ્સિસની શંકાના કારણે રેસ્પિરેટરી સપોર્ટ પર રખાયું હતું. બાળકના લોહી ગંઠાવાના પરિમાણો પણ ખોરવાઈ ગયા હતા, જેના પગલે યોગ્ય બ્લડ કમ્પોનન્ટ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી જીવનના 11મા દિવસે તેને વધુ વિશિષ્ટ સારવાર માટે સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેફર કરાયું હતું.
📲Get App