🔥 ट्रेंडिंग અમરેલીમાં જાહેર સ્થળો અને માર્ગો પર 17... કરજણમાં પાઈપલાઈન દ્વારા નવી સુવિધાઓ અમદાવાદમાં 80 વર્ષ પછી પણ પાણી ભરાવાની... नागालैंड के गवर्नर ने हिंदी दिवस पर शु... नागालैंड विश्वविद्यालय ने अंतर्राष्ट्र... सदर हिल्स कांग्रेस ने मणिपुर में हिंसा...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

"સે વાસંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલીમાં વિશાળ મહા યોગ શિબિરનું આયોજન

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 19 सित. 2026, 09:24 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સે વાસંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલીમાં વિશાળ મહા યોગ શિબિરનું આયોજન


અમરેલી, તા. ૧૮ સપ્ટેમ્બર
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે વિશાળ મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહા યોગ શિબિરનું આયોજન તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૪:૪૫ થી ૭:૦૦ કલાક સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ રમત સંકુલ, ચિતલ રોડ, અમરેલી ખાતે કરવામાં આવશે. આ શિબિર ચેરમેનશ્રી યોગસેવક શિશુપાલજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષસ્થાને યોજાશે.

યોગને જન-જન સુધી પહોંચાડવા અને વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવાના હેતુથી આયોજિત આ મહા યોગ શિબિરમાં અમરેલી શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી પરિવાર, યુવાનો, મહિલાઓ, વડીલો અને યોગપ્રેમીઓને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શિબિરમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રસ ધરાવતા નાગરિકો લિંક: https://yogboard.in/amreli-yog-shibir/register?ref=AMR000001 પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ID Card / QR Pass Download કરવાનું રહેશે. શિબિરના દિવસે પ્રવેશદ્વાર પર QR Code Scan કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે, તેથી તમામ નોંધાયેલ સહભાગીઓએ પોતાનો QR Pass મોબાઇલમાં સેવ રાખવા અથવા પ્રિન્ટ સાથે લાવવા વિનંતી છે.

જો રજીસ્ટ્રેશન અથવા ID Card / QR Pass Download કરવામાં કોઈ મુશ્કેલી હોય તો સાગર મહેતા – 9033316841 પર સંપર્ક કરી શકાશે. આવો… યોગ સાથે જોડાઈએ....પરિવાર, મિત્રો અને પરિચિતોને પણ આ મહા યોગ શિબિરમાં જોડીને યોગમય અને સ્વસ્થ અમરેલીના નિર્માણમાં સહભાગી બનવા માટે અનુરોધ છે.
📲Get App