🔥 TRENDING થાણા પીપળીમાં કાયમી પંચાયત તલાટી માટે... રાજકોટમાં 55 વર્ષીય બ્યુટીપાર્લર ગીતા... હિંમતનગરમાં ભવ્ય 'જય અંબે પત્રકાર વિસા... મુખ્ય ગીતામંદિર નજીક લાલબત્તી ડિસ્કો સ... Nagaland raises polling stations to 2,... Rev Beilieü Shüya’s Funeral Service He...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અંતર્ગત સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ અને શ્રમદાન યોજાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 01:34 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો..

અરવલ્લીમાં-:
'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં પણ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાનની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અંતર્ગત ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અરવલ્લી જિલ્લા પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી ખાતે સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો..

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી સ્વૈચ્છિક શ્રમદાન કર્યું હતું.આ દરમિયાન જિલ્લા પંચાયત કચેરી પરિસર તથા આસપાસના જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.આ સાથે જ જાહેર સ્થળોએથી પ્લાસ્ટિક સહિતના ઘન કચરાનું એકત્રિકરણ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો..

‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા ઉપરાંત સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામૂહિક શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વિવિધ કચેરીઓ, ગ્રામ્ય વિસ્તારો તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરી વ્યાપક જનજાગૃતિ અને લોકભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
📲Get App