🔥 TRENDING હાંસોટના યુવાઓએ અકસ્માતમાં મૃત્યુ પામે... ग्राम बगड़ राजपूत में नहीं हो रही नालि... શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન Torrential Rain Deluges Ahmedabad, Str... Heavy Rain Continues to Batter Ahmedab... Red Alert Issued for Heavy Rain in Fiv...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠાના-: હિંમતનગરમાં ભુવો પુરવાની કામગીરી અધૂરી, નગરપાલિકા સામે સ્થાનિકોનો વિરોધ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 12:10 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાની વોર્ડ નં.2 માં ત્રણ મહિના બાદ પણ અધૂરી ભુવો પુરવાની કામગીરી,રસ્તા પર જોખમ,સ્થાનિકોનો વિરોધ..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકાની ઘોર બેદરકારી ફરીથી પ્રજા સામે ઉઘાડી પડી છે. વોર્ડ નં.2 માં અંબર સિનેમા પાસે, ગરીબ નવાજ મસ્જિદની પાછળથી મહાકાળી કુંડ તરફ જતા વ્યસ્ત માર્ગ પર છેલ્લા ત્રણ મહિનાથી એક ભયાનક ભુવો પડ્યો હતો.સ્થાનિકોની રજૂઆતો બાદ તંત્ર જાગ્યું,પરંતુ કામગીરી માત્ર કાગળ પર કે 'વેટ ઉતારવા' પૂરતી જ રહી. ત્રણ મહિનાના લાંબા અંતરાલ બાદ ભુવો પુરવાની કામગીરી શરૂ તો થઈ, પરંતુ તેને અધૂરી અને અત્યંત વેટ ઉતારતી હાલતમાં છોડી દેવામાં આવી છે.યોગ્ય લેવલિંગ કે કાયમી પેચવર્ક ન કરાતાં રસ્તો આજે પણ વાહનચાલકો માટે અકસ્માતનો ઝોન બનેલો છે.રાત્રિના સમયે અંધારામાં અહીંથી પસાર થતાં દ્વિચક્રી વાહનો માટે ભારે જોખમ ઊભું થયું છે..

નગરપાલિકા તંત્રની આ અણઘડ કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય કરવાને બદલે તંત્ર તાત્કાલિક ધોરણે આ અધૂરી કામગીરી પૂર્ણ કરે અને રસ્તાનું કાયમી ધોરણે મજબૂત સમારકામ હાથ ધરે તેવી લોકમાગ ઉઠી છે.જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે.
📲Get App