🔥 TRENDING PM Modi, Xi, Putin Plant Tree Using Ma... Counterintelligence Foils Terror Plot... Jalandhar Police Rescue 4-Year-Old Kid... Delhi Metro Station Becomes Hotspot fo... Delhi University Tightens Security on... Gwalior Hospital Incident: Man Attacks...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં અચાનક વરસાદથી ગણેશ મહોત્સવ પંડાલ અને પદયાત્રીઓનું વિસામું પલળી, ખેડૂતોમાં ખુશી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:16 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો, જેના કારણે ગણેશ મહોત્સવનો પંડાલ અને પદયાત્રીઓનું વિસામું પલળી ગયું, પરંતુ ખેડૂતોને ડાંગર, મગફળી, કપાસ અને સોયાબીન પાકમાં જીવનદાન મળ્યું..

સાબરકાંઠામાં-:
વહેલી સવારથી અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો, જેના કારણે ગણેશ મહોત્સવ માટે બનાવવામાં આવેલા પંડાલ અને પદયાત્રીઓ માટેના વિસામા પલળી ગયા.ભાદરવી પૂનમને લઈને અંબાજી તરફ જતા પદયાત્રીઓને વરસાદના કારણે થોડું વિઘ્ન નડ્યું, પરંતુ તેઓએ ધીરજથી રાહ જોઈને ઉજવણી ચાલુ રાખી..

વરસાદ ખાસ કરીને ડાંગર, મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક માટે જીવનદાનરૂપ બન્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.આ અચાનક વરસાદી ઘટનાએ સ્થાનિક સમુદાયમાં એકસાથે પડકાર અને આશીર્વાદની ભાવના જગાવી, અને ગણેશ મહોત્સવની ઉજવણીને નવી ઊર્જા આપી.
📲Get App