🔥 TRENDING અરવલ્લીમાં ભારે વરસાદથી બુઢેલી નદીમાં... ACB એ ગીર સોમનાથમાં લોન માટે ₹8,000 લા... અમદાવાદમાં ભારે વરસાદથી સરદાર પટેલ સ્ટ... जवाहर नगर सार्वजनिक गणेशउत्सव मंडल ने... દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 112% વરસાદ, રા... વંથલી પોલીસ સ્ટેશનએ ઠગાઈ‑વિશ્વાસઘાતના...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય આશીર્વાદ દીવા કાર્યક્રમ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 01:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય આશીર્વાદ દીવા કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને અનેક રાજ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

આજ કામનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય આશીર્વાદ દીવા કાર્યક્રમ યોજાયો, જેમાં હજારો દીયાઓની રોશની અને શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને વિકાસના અનેક કાર્યો અને ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન મળવાની વાત કરી.

મંદિર પ્રાંગણમાં ભવ્ય રંગોળી અને કુલોની અદ્ભૂત સજાવટથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું, અને શિવ વંદનાથી મંત્રમુગ્ધ કરતું સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુત્રીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, હોદ્દેદાર શ્રી અતુલભાઈ કાનાણી, નાગરિક બેકના ચેરમેન શ્રી પી.પી.સોજુળયા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભાદ્રરાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે, સુપર ન્યુમનરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ અને અન્ય પદધિકારીશ્રીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
📲Get App