🔥 TRENDING IndiGo Flight Threat Forces Emergency... Diwali 2026 Gift Guide: Top Picks for... Alia Bhatt Shares Unseen Photos of Dau... West Bengal CM to Celebrate Diwali wit... यह खबर मनोहर सिंह भाटी ने बताया German Publication Ranks Bihar Museum...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરંગી ગામમાં મહિલા પર હુમલો: આરોપી મહિલાઓએ વાળ પકડી ધમકી આપી
Local

મોરંગી ગામમાં મહિલા પર હુમલો: આરોપી મહિલાઓએ વાળ પકડી ધમકી આપી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 18 Sep 2026, 11:45 AM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોરંગી ગામમાં, રેખાબેન ભીમજીભાઈ ચાવડા દ્વારા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં આરોપી મહિલાઓએ વાળ પકડી ધમકી આપી અને શરીરે હુમલો કર્યો.

મોરંગી ગામ, રાજુલા, 17 માર્ચ 2024 ના રોજ, રેખાબેન ભીમજીભાઈ ચાવડા (ઉંમર 40) દ્વારા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં આરોપી મહિલાઓએ વાળ પકડી ધમકી આપી અને શરીરે હુમલો કર્યો.

ફરિયાદમાં આરોપી તરીકે નસીમબેન મહમદભાઈ શેખ, ગઝાલા આદિલભાઈ શેખ અને શેહનાઝબેન અબ્દુલભાઈ શેખના નામ જણાવ્યા છે. ફરિયાદી અને આરોપી મહિલાઓ પાડોશી છે અને બંનેનો આવવા-જવાનો રસ્તો એક જ છે. આરોપી મહિલાઓએ આ સામાન્ય રસ્તા પર દબાણ કરી મકાન બનાવી દીધું હોવાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ત્યારબાદ ફરિયાદી પોતાના ઘરનો કચરો વોંકળામાં નાખવા ગયા ત્યારે ત્રણેય આરોપી મહિલાઓએ તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો, જે અંગે તેમણે પોલીસમાં અરજી પણ આપી હતી. આ બાબતની દાઝ રાખીને ત્રણેય આરોપી મહિલાઓએ એકસંપ થઈ ફરિયાદીના વાળ પકડી ઢીકાપાટુનો માર્યો અને શરીરે આડેધડ મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

આ બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App