🔥 TRENDING Congress alleges ₹1.66 lakh crore Adan... Congress Calls for Regularisation of S... Uttarakhand pushes Rudraksh farming to... Delhi adds 427 judicial posts, moves t... Woman revokes will to sister, bequeath... ED conducts raid on former Haryana min...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત કોર્ટમાં અને અમદાવાદ હાઇકોર્ટમાં બોમ્બ મૂકાયો હોવાનો મેઇલ કરી સમગ્ર તંત્રને દોડતુ કરી દેનારા બે આરોપીઓ અશફાક અંસારી અને રાજેશ મુનિયાને

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:45 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકાર પક્ષે એપીપી પવન શાહની દલીલો બાદ કોર્ટે મંજૂર કર્યા હતા. રિમાન્ડના કુલ 7 મુદ્દામાં ખુલાસો થયો હતો કે આરોપીઓ ચેન્નાઇ હાઇબ્રિડ ગાંજાના સપ્યાલરને શોધવા ગયા હતા અને હોટલમાં જઈ બોમ

સુરત કોર્ટમાં અને અમદાવાદ હાઇકોર્ટમાં બોમ્બ મૂકાયો હોવાનો મેઇલ કરી સમગ્ર તંત્રને દોડતુ કરી દેનારા બે આરોપીઓ અશફાક અંસારી અને રાજેશ મુનિયાને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા.

સરકાર પક્ષે એપીપી પવન શાહની દલીલો બાદ કોર્ટે મંજૂર કર્યા હતા. રિમાન્ડના કુલ 7 મુદ્દામાં ખુલાસો થયો હતો કે આરોપીઓ ચેન્નાઇ હાઇબ્રિડ ગાંજાના સપ્યાલરને શોધવા ગયા હતા અને હોટલમાં જઈ બોમ્બ અંગેનો મેઇલ કર્યો હતો.

રિમાન્ડના મુદ્દા : અગાઉ NDPSના ગુના

નાગરિકોમાં એકતાને અસર પહોંચાડવાના ઇરાદે ધમકી ભર્યો મેઇલ કર્યો હતો. જેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે.

બીજી કંઇ જગ્યાએ મેઇલ કર્યા છે તેની પણ તપાસ કરવાની છે

આરોપીઓએ મોબાઇલમાથી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મેઇલ કર્યો છે, ગુનાના મૂળ સુધી પહોંચવાનુ છે

આરોપીઓ ચેન્નાઇમાં હોટલમાં રોકાયા હતા

આરોપીઓ ચેન્નાઇ ગાંજાના સપ્લાયરને શોધવા ગયા હતા અને આ માટે હોટલમાં એક રૂમ પણ રાખ્યો હતો. આ દરમિયાન તેઓએ બોમ્બની ધમકી બાબતનો મેઇલ કર્યો હતો. હવે પોલીસ સમગ્ર કેસમાં એનડીપીએસ ગુનાને પણ કેન્દ્રમાં રાખીને તપાસ કરી રહી છે.

તપાસની દિશા એ પણ છે કે સમગ્ર કેસમાં ડ્રગ્સની સિન્ડિકેટ પણ સંડોવાયેલી છે કે કેમ?
📲Get App