"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત લુણાવાડામાં સ્વચ્છતા મહાઅભિયાન: બસ ડેપોથી ચાર કોશિયા નાકા સુધી સફાઈ ઝુંબેશ
Watch on:
▶️ YouTube
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત લુણાવાડામાં સ્વચ્છતા મહાઅભિયાન: બસ ડેપોથી ચાર કોશિયા નાકા સુધી સફાઈ ઝુંબેશ
નમસ્કાર!
ગુજરાત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી "સેવા સંકલ્પ અભિયાન" ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજે લુણાવાડા ખાતે "સ્વચ્છતા સેવા યોગદાન" કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જાતે શ્રમદાન કરી, નગરજનોને સ્વચ્છતાની પ્રેરણા આપી હતી.
કલેક્ટરશ્રીએ લુણાવાડા બસ ડેપોથી ચાર કોશિયા નાકા સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી અને વેપારીઓને પોતાની દુકાન અને આસપાસનો પરિસર સ્વચ્છ રાખવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
"સ્વચ્છ લુણાવાડા... સ્વસ્થ લુણાવાડા" ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.