🔥 TRENDING Court Rules Mistake of Law by Quasi-Ju... School Van Crashes into Divider in Jha... Jharkhand to Form Expert Panels for Sa... BofA says Boeing stock dip ‘a bit dram... Bitcoin Surges Past $80,000 as CFTC Pr... Nepal nominates new ambassadors to Ind...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અજાણ્યો શ્વાન જોડાયો હિંમતનગરના કાટવાડ ગામના યુવકોની અંબાજી યાત્રામાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:14 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના કાટવાડ ગામના યુવકોની અંબાજી યાત્રામાં અજાણ્યો શ્વાન સતત સાથ આપતો જોવા મળ્યો, જેના કારણે યાત્રા વધુ રસપ્રદ બની..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરના કાટવાડ ગામમાં અંબાજી યાત્રા માટે પગપાળા જઈ રહેલા યુવકોની વચ્ચે એક અજાણ્યો શ્વાન સતત જોડાયો.જયરાજસિંહ મંગળસિંહ પરમાર અનુસાર શ્વાન ક્યાંનો છે અને ક્યાંથી આવ્યો છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી,પરંતુ યુવકો જ્યાં જ્યાં આગળ વધે છે ત્યાં શ્વાન પણ તેમની સાથે ચાલતો રહે છે..

યુવકોને શ્વાન પ્રત્યે લાગણી થઈ, અને તેમણે તેને ચુંદડી પણ બાંધી, જે શ્વાનની સુરક્ષા અને આરામ માટે કરવામાં આવ્યું.હાલમાં શ્વાન વડાલી-ખેડબ્રહ્મા રોડ પર યુવકો સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યો છે, અને યાત્રા દરમિયાન શ્વાનની હાજરી સૌનું ધ્યાન ખેંચી રહી છે.
📲Get App