🔥 TRENDING Man dies after slipping under moving t... Jalandhar Police to Make Restaurants a... Delhi businessman kidnapped; suspect a... Four Family Members Die in Muraina Bik... Dungarpur Municipal Council: BJP Major... अगले 3 घंटों में मौसम बिगड़ने की संभाव...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મધમાખી પાલન તાલીમ પૂર્ણ, ૬૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

✍️ Reporter: Samir Bhalodiya 🗓 17 Sep 2026, 06:28 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મધમાખી પાલન પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૬૮ તાલીમાર્થીઓને કુલપતિ ડો. વી.પી. ચોવટીયા દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી તથા કિટકશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘મધમાખી પાલન’ વિષય પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મધમાખી પાલન અંગેની વ્યવહારુ જાણકારી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ આ ક્ષેત્રમાં રહેલી રોજગાર અને સ્વરોજગારની તકો અંગે તાલીમાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુરુવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માન. કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યાં કુલ ૬૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ, સંશોધન નિયામક ડો. વી.ડી. તારપરા, કુલસચિવ ડો. વાય.એચ. ઘેલાણી, કિટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. ડી.એમ. જેઠવા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.સી. છોડવડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના શ્રી મનોજ અગ્રવાલ, શ્રી હિરેન ભિમાણી, શ્રી આયુષ મકવાણા તેમજ વિવિધ કચેરીઓનો સ્ટાફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
📲Get App