🔥 ट्रेंडिंग Public Blocks Kidnapper’s Car Near New... માલગઢ નદીમાં થયેલ હત્યા કેસમાં આરોપી પ... સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં 31 વ... ચંદન રાઠોડ, 'દેખાવ ના ગુજુલવ' કોમેડી પ... విశాఖపట్నంలో దొండాపర్తి వద్ద ఆదివారం మ... ਕਾਂਗਰਸ ਹਲਕਾ ਇੰਚਾਰਜ ਮਨਦੀਪ ਸਿੰਘ ਰੰਗੜ ਨੰਗ...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હાલ બેહાલ /અમરેલીના લાઠી રોડ પર આવેલ ઓમ નગર, મોહનનગર અને પ્રગતિનગરના રહીશો પરેશાન: ઓવરલોડ ટ્રકોના ડાયવર્જનથી રસ્તાઓ બિસ્માર

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 17 सित. 2026, 06:20 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હાલ બેહાલ /અમરેલીના લાઠી રોડ પર આવેલ ઓમ નગર, મોહનનગર અને પ્રગતિનગરના રહીશો પરેશાન: ઓવરલોડ ટ્રકોના ડાયવર્જનથી રસ્તાઓ બિસ્માર**
અમરેલીના હનુમાન પરાથી બાયપાસ સુધીના મુખ્ય માર્ગનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી GIDC માંથી નીકળતા ઓવરલોડેડ અને અતિશય વજનદાર ટ્રકોને મોહનનગર, પ્રગતિનગર અને ઓમ નગર-૩ ની અંદરના રોડ પરથી ડાયવર્જન આપવામાં આવ્યું હતું. ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ ત્રણેય રહેણાંક સોસાયટીઓના આંતરિક રસ્તાઓ બેસી ગયા છે અને તદ્દન તૂટીને બિસ્માર બની ગયા છે.
​સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તૂટેલા રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે. આ ઉપરાંત, ખાડામાં ભરાયેલું પાણી જમીનમાં ઊંડે ઉતરતા રોડનું ધાણું વધારે બેસતું જાય છે અને ખાડાઓ દિન-પ્રતિદિન મોટા અને જોખમી બની રહ્યા છે.
​સ્થાનિકોની માંગ અને તંત્રની ઉદાસીનતા:

​બે મહિનાથી યાતના: સોસાયટીના રહીશો છેલ્લા બે માસથી આ નરકાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

​અધિકારીઓ મૌન: આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ નગરપાલિકામાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં અને અગાઉ સ્થાનિક અખબારોમાં પ્રેસનોટ આપવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

​ઉગ્ર માંગણી: સોસાયટીના રહીશોની માંગ છે કે આ રસ્તાઓને તાત્કાલિક ધોરણે કાયમી ધોરણે નવો બનાવીને અથવા તો અસ્થાયી (ટેમ્પરરી) લેવલિંગ કરીને વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી અકસ્માત અને રોગચાળો અટકાવી શકાય.
📲Get App