🔥 ट्रेंडिंग ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਝੋਨੇ ਦੀ ਖਰੀਦ ਅਤੇ ਬੰਦੀ ਸਿੰਘ... नौबतपुर में करंट लगने से पत्रकार घनश्य... તરણેતર મેળો 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બ... साहिबगंज में अवैध लॉटरी का धंधा: गरीबो... ਲੋਹਰ ਬੱਛਲ ਦੇ ਪ੍ਰੀਤਮ ਸਿੰਘ ਮੈਟੀ ਨੇ ਇਕ ਕਰ... Celebration at the Ghanta Ghar Lal Cho...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે સ્વચ્છતા અભિયાન

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 17 सित. 2026, 06:54 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કલ્યાણ શાખાના સ્વયંસેવકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વેરાવળ કલ્યાણ શાખા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાખાના કાર્યવાહક શ્રી મનસુખભાઈ સુયાણી તથા મુખ્ય શિક્ષક શ્રી રમેશભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ શાખાના સ્થાન તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી મોદીજીના 'સ્વચ્છ ભારત મિશન'ના સંદેશને સહર્ષ સ્વિકારીને તેમની જનસેવા અને રાષ્ટ્રસેવાને નતમસ્તક વંદન કરવાનો હતો. સ્વયંસેવકોએ કૃતજ્ઞતાના ભાવ પ્રકટ કરતાં પ્રધાનમંત્રી મોદીજીને જન્મદિવસની અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

આ સ્વચ્છતા સેવાકાર્યમાં સ્વયં સેવકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્વયંસેવકોએ સ્થાનિક વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા, જેથી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય.
📲Get App