🔥 TRENDING Deputy Collector Halts Public Works in... Hijack threat note found on IndiGo Ben... Ecologists Decry Growing Trend of Ligh... Delhi Braces for Post-Diwali Pollution... Amar Ujala Unveils Live 8 November New... Eiffel Tower Shut as France Faces Nati...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણામાં લાંઘણજ પોલીસે આંબલીયાસણ પુલ પરથી બાવલુ અને લાંઘણજના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો..
Crime

મહેસાણામાં લાંઘણજ પોલીસે આંબલીયાસણ પુલ પરથી બાવલુ અને લાંઘણજના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Sep 2026, 05:48 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મહેસાણાના પોલીસ અધીક્ષકની સૂચના પર લાંઘણજ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આંબલીયાસણ પુલ પરથી એક ફરાર આરોપીને કબજે કર્યો છે..

મહેસાણા જિલ્લાના-:
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે લાંઘણજ અને બાવલુ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે આરોપીને કબજે કરીને આગળની કાયદેસર પ્રક્રિયા હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધીક્ષક મિલાપ પટેલની સૂચના પર લાંઘણજ પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.ગેલોતની માર્ગદર્શિકા હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ તેજમલભાઈ તથા મહિપાલસિંહ જયેન્દ્રસિંહને ખાનગી રાહ પરથી ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં નાસતો ફરતો આરોપી કાળા કલરનું એક્ટિવા લઈને આંબલીયાસણ તરફ આવી રહ્યો છે..

બાતમીના આધારે પોલીસે આંબલીયાસણ પુલના છેડે વોચ ગોઠવી હતી. જ્યારે શંકાસ્પદ એક્ટિવા સાથે ઈસમ પહોંચ્યો ત્યારે પોલીસે તેને રોકીને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તેનું નામ મિતેશ રાજેશભાઈ ઠાકોર હોવાનું ખુલ્યું હતું. હાલ તે રાજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણામાં રહે છે અને મૂળ રહેલો ચાંદખેડા, અમદાવાદનો છે.આરોપી સામે લાંઘણજ પોલીસ સ્ટેશન અને બાવલુ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુના નોંધાયેલા હતા. પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સાહીલસિંહ નરેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જયેન્દ્રસિંહ, પરેશભાઈ તેજમલભાઈ, સંદિપસિંહ ઈશ્વરસિંહ તથા કમલેશજી અશોકજીએ મદદ કરી હતી.
📲Get App