🔥 ट्रेंडिंग लखनऊ में यूपी के पाँच पीसीएस अफसरों का... அப்போவே நாங்கள் சொன்னோம்! சிபிஎம் અમદાવાદમાં સ્કોર્પી કારમાં કફ શિરપ અને... विज्ञापन गलत वर्ग में होने पर इंटर कॉल... आगरा में स्कूटर दुर्घटना: पत्नी की मृत... बिहार में इतिहास रचती प्रीता वर्मा: पह...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શનથી ખેતીમાં નવી દિશા

✍️ रिपोर्टर: Varu Arjanbhai 🗓 16 सित. 2026, 09:02 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આત્મા પ્રોજેક્ટ હેઠળ ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરફેસન કાર્યક્રમમાં ખાપટ ખાતે પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ અને વિવિધ પદ્ધતિઓની માહિતી ખેડુતોને આપવામાં આવી.

પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરફેસન કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં આત્માના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર, આસિસ્ટન્ટ ટીમ મેનેજર અને એગ્રી આસિસ્ટન્ટની ટીમ દ્વારા ખાપટ ખાતે પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો—જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક—અને પાક સંરક્ષણ માટે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત ખરીફ પાકમાં પિયત અને બિનપિયત ખેતી, મગફળીની નવી જાતો અને બાગાયતી પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવી શકાય તે અંગે માર્ગદર્શન અને પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી, અને ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ વિવિધ પદ્ધતિઓ અને પાક ઉત્પાદન અંગે માહિતી મેળવી.
📲Get App