🔥 TRENDING ऑन लाइन पिंड दान का पण्डा समाज ने किया... दुल्हिन बाजार में शराब पीकर हंगामा कर... ಖಾಲಿ ಕೊಡಗಳೊಂದಿಗೆ ಗ್ರಾಪಂ ಕಚೇರಿಗೆ ಮುತ್ತಿ... सर्वोच्च न्यायालयात शिंदे गट व उद्धव ठ... Delhi Man Arrested Over Wife's Murder... 24-Year-Old Chandrapal Bhati Arrested...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની શોધમાં પોલીસ કાર્યવાહી

✍️ Reporter: Dhaval Maheta 🗓 16 Sep 2026, 07:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીની સૂચનાથી મેઘા પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો અને કારતૂસ મળી આવ્યા.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સહિતના ગુનાઓને શોધી કાઢવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણીની સૂચનાથી એલ.સી.બી.ની ટીમો પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ કરી રહી હતી.

પલસાણાના મેઘા પ્લાઝા કોમ્પ્લેક્સમાં દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતું કારતૂસ હોવાની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

બાતમીના આધારે રૂમ નંબર-106માં દરોડો પોલીસને બાતમી મળી હતી કે પલસાણાના મેઘા પ્લાઝા ખાતે આવેલી હરે કૃષ્ણ રેસીડન્સીના પહેલા માળે રૂમ નંબર-106માં એક ઈસમ ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો અને કારતૂસ સાથે હાજર છે.

ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં રવિકાંત નેક્ષુલાલ મણીરામ કશ્યપ મળી આવ્યો હતો.
📲Get App