🔥 ट्रेंडिंग ગુજરાતમાં ૨૫૯ તાલુકાઓમાં ૨૪ કલાકમાં ભા... ગુજરાતમાં ૨૫૯ તાલુકાઓમાં ૨૪ કલાકમાં ભા... गुजरात के 110 तालुकों में 24 घंटे में... रोहिया में शैक्षिक अवरोध: शिवपुर रोड क... नीलपदा क्षेत्र में अवैध बाली चलान का प... श्री कृष्ण लीला महोत्सव 2026 में जैथरा...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણપતિ ઉત્સવમાં ઝાલોદ નગરપાલિકાની સરાહનીય પહેલ : પૂજાપો અને ફૂલહારનો થશે સદુપયોગ

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 16 सित. 2026, 08:18 AM 👁 51
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગણપતિ ઉત્સવમાં ઝાલોદ નગરપાલિકાની સરાહનીય પહેલ : પૂજાપો અને ફૂલહારનો થશે સદુપયોગ

ગણપતિ પંડાલો તથા નાગરિકોને પાલિકાની અપીલ—પૂજાપો અલગ થેલીમાં આપો, રામસાગર તળાવને સ્વચ્છ રાખવામાં સહયોગ આપો



ઝાલોદ નગરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે અને ધાર્મિક પૂજાપાનો યોગ્ય નિકાલ થાય તે માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ગણપતિજીને ચઢાવવામાં આવતા પૂજાપા, ફૂલહાર સહિતની સામગ્રી પાલિકા દ્વારા પોતાના વાહન મારફતે એકત્ર કરવામાં આવશે અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે લીમડી સ્થિત ગાયત્રી મંદિરને સોંપવામાં આવશે. વેસ્ટ પૂજાપામાંથી અગરબત્તી સહિતની ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી ધાર્મિક સામગ્રીનો સદુપયોગ પણ થશે અને નગરમાં સ્વચ્છતા પણ જળવાશે.
નગરપાલિકા દ્વારા ગણપતિ પંડાલોના આયોજકો તેમજ નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે ગણપતિજીનો પૂજાપો અને ફૂલહાર અન્ય કચરા સાથે ન ભેળવતા અલગ થેલીમાં ભરી રાખે. પાલિકાનું વાહન આ સામગ્રી લેવા માટે આવે ત્યારે તે વાહન સાથે આવતા કર્મચારીને સોંપવા અપીલ કરવામાં આવી છે.

*રામસાગર તળાવને સ્વચ્છ રાખવા ખાસ અપીલ*

ગણપતિ વિસર્જન દરમિયાન રામસાગર તળાવમાં ફૂલહાર કે પૂજાપાનો કચરો સીધો ન ફેંકવા પણ નગરપાલિકાએ અપીલ કરી છે. વિસર્જનના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરતા પહેલાં મૂર્તિ પરના ફૂલહાર ઉતારી રામસાગર તળાવ ખાતે પાલિકા દ્વારા મૂકવામાં આવેલા સાધનોમાં જ નાખવા જણાવાયું છે.
ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને સ્વચ્છતાની જવાબદારી નિભાવતા નગરપાલિકાની આ પહેલને નગરજનોનો સહકાર મળે તો ગણપતિ મહોત્સવ દરમિયાન રામસાગર તળાવ સ્વચ્છ અને સુંદર રહેવાની સાથે ઝાલોદ નગર પણ સ્વચ્છ અને સુંદર બની શકે છે.
**“મારું ઝાલોદ—સ્વચ્છ અને સુંદર ઝાલોદ, મારું તળાવ—સ્વચ્છ અને સુંદર તળાવ”**ના સંકલ્પ સાથે નાગરિકો અને ગણપતિ પંડાલો પાલિકાની આ પહેલમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.
📲Get App