🔥 TRENDING Mid-Day.com Releases Wednesday’s “Mumb... Uttarakhand Launches Rs 15 Lakh Subsid... Nitin Nabin Urges Uttarakhand BJP Acti... PM Modi congratulates Uttarakhand CM D... Delhi LG approves creation of 427 anci... BJP MP Nitin Nabin Starts Mumbai‑Pune...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણેશ મહોત્સવના દ્વિતીય દિવસે બાળ રમતોત્સવ અને ભક્તિમય કાર્યક્રમો યોજાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Sep 2026, 10:58 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ મતવિસ્તારના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવના દ્વિતીય દિવસે ૭ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહભેર યોજાયેલી આ રમતોમાં વિજેતા પ્રથમ ત્રણ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિરમગામ શહેર અને તાલુકાના ભાજપના આગેવાનો તેમજ વિવિધ સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની ભવ્ય આરતીનો લ્હાવો લીધો હતો અને સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.કાર્યક્રમમાં ઈસ્કોન હરિકૃષ્ણ મંદિરના સંતો દ્વારા ભાવસભર કીર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
તેમજ પીપળી ધામના મહંત શ્રી મુખી મહારાજે પણ ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ગણેશ મહોત્સવના આ પાવન અવસરે બાળકોના ઉત્સાહથી લઈને સંતોના કીર્તન અને આગેવાનોની ઉપસ્થિતિ સુધી સમગ્ર વાતાવરણ ભક્તિ, સંસ્કાર અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App