વૈશ્વિક સહકારી ક્ષેત્રે અમરેલીના યુવાન હર્ષ સંઘાણી નું ફરી થી નેતૃત્વ
Watch on:
📘 Facebook
વૈશ્વિક સહકારી ક્ષેત્રે અમરેલીના યુવાન હર્ષ સંઘાણી નું ફરી થી નેતૃત્વ
હર્ષ ની વાત /રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા સંઘાણી પરિવાર ની નવી પેઢી પણ પોતાના આ વારસા ને આગળ ધપાવી રહી છે. સહકારી અને રાજકીય આગેવાન સારહી પ્રમુખ મુકેશ સંઘાણી નાં પુત્ર હર્ષ સંઘાણીને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ની વૈશ્વિક યુવા સમિતિના પ્રમુખપદે બિનહરીફ પુનઃચૂંટણી દ્વારા ફરીથી ચૂંટવામાં આવ્યા છે, પનામા દેશ ખાતે યોજાયેલી ICA વૈશ્વિક પરિષદ અને સામાન્ય સભા 2026માં. વિશ્વના 100થી વધુ દેશોના સહકારી ચળવળના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી તેમનામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી ફરી સોંપી છે.
આ સિદ્ધિ સાથે તેમણે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. અગાઉ, 3 જુલાઈ, 2025ના રોજ માન્ચેસ્ટર ખાતે યોજાયેલી ચૂંટણીમાં તેઓ આ પદ પર ચૂંટાનારા પ્રથમ એશિયન તથા માત્ર 20 વર્ષની વયે ICAના બોર્ડ મેમ્બર બનનારા ઇતિહાસના સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. હવે, બિનહરીફ પુનઃચૂંટણી થકી તેમણે પોતાના નેતૃત્વ પરના વૈશ્વિક વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.
તેમની આ સિદ્ધિ માટે મુકેશ સંઘાણીએ જણાવ્યું હતું કે એક પિતા-માતા તરીકે, અમે તેમની આ સતત સિદ્ધિઓ પર ગર્વ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ ભવિષ્યમાં પણ વૈશ્વિક યુવા નેતૃત્વમાં આ જ રીતે ઇતિહાસ રચતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી ક્ષેત્રે હર્ષ સંઘાણી ની અવિરત આગેકૂચ યુવા પેઢી ને સહકારી ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી રહી છે.