🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट ने लेपर्ड शिकार मामले मे... पटना में जेपी गोलंबर पर दारोगा भर्ती क... पीथमपुर फैक्ट्री में नाइट्रोजन टैंक फट... राजस्थान विधानसभा चुनाव में कांग्रेस न... बांसवाड़ा में बीएपी की पूरी हार, राष्ट... ભારત દ્વારા નેપાળને 18 કલાક 654 મેગાવો...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધારી તાલુકાની બે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે મતદાન જાગૃતિ કોન્ફરન્સમાં ભાગ લીધો

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 15 सित. 2026, 01:36 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇલેક્ટોરલ લીટરસી ક્લબના અંતર્ગત ધારી તાલુકાની બે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગ્યાનેશ કુમાર અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે મતદાન જાગૃતિ કોન્ફરન્સમાં ભાગ લીધો.

ઇલેક્ટોરલ લીટરસી ક્લબ – મતદાન જાગૃતિ અભિયાન હેઠળ ધારી તાલુકાની શ્રી જી. એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગ્યાનેશ કુમાર અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે કોન્ફરન્સમાં ભાગ લીધો.

ઇલેક્ટોરલ લીટરસી ક્લબ ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાળા, કોલેજો અને ગ્રામીણ સ્તરે મતદાતા જાગૃતિ ફેલાવવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને ચૂંટણી પ્રક્રિયા, મતદાનના અધિકાર અને લોકશાહીના મૂલ્યો વિશે રસપ્રદ અને વ્યવહારુ રીતે શિક્ષિત કરવાનો છે.

કોન્ફરન્સમાં શાળા વતી પ્રતિનિધિત્વ કરનાર ગોહિલ કરણસિંહ અને વૈદેહી બાંભણીયા, નગરપાલિકા ધારી પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા અને ટીમ સાથે હાજર હતા અને તેમણે આચાર્ય શ્રી એમ.બી. બારડને શુભકામનાઓ પાઠવી.

આ પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ વધે છે અને લોકશાહી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે, જે ભવિષ્યમાં સક્રિય મતદારો બનવામાં મદદરૂપ થાય છે.
📲Get App