🔥 TRENDING Imphal Fire Service Announces New Stat... Meghalaya Prepares for Golden Jubilee... Meghalaya Cabinet Extends Term of Garo... Heat City: Antarpath – Chapter One Tra... Jailer 2 trailer fuels strong day‑one... IPL 2027 Retention Deadline Announced:...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંભોઈ પોલીસે પરિવારથી વિખુટા પડેલા ઈસમને ઘરે પરત લાવ્યો
Local

ગાંભોઈ પોલીસે પરિવારથી વિખુટા પડેલા ઈસમને ઘરે પરત લાવ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Sep 2026, 01:30 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મળેલા ઈસમને પરિવાર સાથે જોડવા માટે પોલીસ અધિકારીઓએ સહાય કરી.

ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મળેલા ઈસમ, જે પોતાના પરીવારથી વિખુટા પડેલા હતા, તેમને પોલીસ અધિકારીઓએ ઘરે પરત લાવવા માટે પ્રયત્ન કર્યો.

ઈસમને માથાસુલીયા ગામેથી ૧૧૨ જનરક્ષક મોબાઈલ વાન દ્વારા અત્રેના પો.સ્ટે. લઈ આવેલ હતા. તેઓ અજાણ્યા અને એકલા લાગતા હતા, અને નજીક જતાં સદરી ઈસમનું નામ પૂછતાં તેમણે પોતાનું નામ દિનેશસિંહ મીતુસિંહ રાવત, ઉ.વ.૨૯, રહે.અજીતગઢ, તા.ભીમ, જિ.રાજસમદ (રાજ.) હોવાનું જણાવ્યું.

પોલીસે તેમને ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને ચા, પાણી, નાસ્તો અને જમવાની સગવડ કરાવી. ત્યારબાદ સદરીને તેમના કાકા ગોપાલસિંહ નાથુસિંહ રાવતનું મોબાઈલ નંબર જણાવવામાં આવ્યું, અને ફોન દ્વારા કાકા સાથે વાત કરીને જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી બહાર છે.

પછી સદરીના વાલી વારસને ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવવાનું જણાવવામાં આવ્યું, પરંતુ તેઓ આવી શક્યા નહીં. તેથી સદરીને નજીકના ભીમ પોલીસ સ્ટેશન ખાતે બીટ પ્રભારી લાલારામ નાઓ સાથે વિડીયો કોલ દ્વારા વાત કરાવી અને ઘરે જવા માટે ભાડાની સગવડ કરી.

અંતમાં, સદરીને અત્રેના પો.સ્ટે. થી રવાના કરવામાં આવ્યા અને પરિવાર સાથે ફરી જોડાયા.
📲Get App