🔥 TRENDING ದೀಪಾವಳಿಗೆ ಹಸಿರು ಪಟಾಕಿ ಮಾತ್ರ - ರಾಸಾಯನಿಕ... सतना जिला अस्पताल के डस्टबिन में मिला... હિંમતનગરમાં કુબેરધામ મંદિરે ત્રિદિવસીય... Assam Minister Pijush Hazarika reviews... Meghalaya High Court Rejects Pension C... Delhi's Air Quality Tops World as Wors...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવ ઉજવાયો
Local

હિંમતનગરમાં સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવ ઉજવાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Sep 2026, 04:15 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર જિલ્લા પોલીસ કચેરીમાં ચોથા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય ઉજવણી, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા અને SP ડો. પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા.

હિંમતનગર જિલ્લા પોલીસ કચેરીમાં સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવ ઉજવાયો, જેમાં ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન અને પરિસરમાં ઉત્સવભર્યો માહોલ સર્જાયો.

ઢોલ-નગારાના તાલ અને ગુલાલની અબીલ-ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાનું આગમન થતાં સમગ્ર કચેરી પરિસરમાં ભક્તિમય અને ઉત્સવભર્યો માહોલ સર્જાયો.

આ પ્રસંગે આયોજિત ભવ્ય સ્થાપના કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પોલીસ વડા (SP) ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા.

ગણેશ મહોત્સવના આ પવિત્ર અવસરે જિલ્લા પોલીસ પરિવાર અને કર્મચારીઓની સુવિધા અર્થે નવનિર્મિત થનાર ‘સીઆરસી પોલીસ કેન્ટીન’ નું ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં DYSP, LCB PI, SOG PI તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. સંધ્યા આરતી અને પૂજા અર્ચના બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, અને ગણપતિ બાપ્પાની પધરામણીથી સમગ્ર જિલ્લા પોલીસ કચેરી પરિસર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી ગૂંજી ઊઠ્યું.
📲Get App