🔥 TRENDING ದೀಪಾವಳಿಗೆ ಹಸಿರು ಪಟಾಕಿ ಮಾತ್ರ - ರಾಸಾಯನಿಕ... सतना जिला अस्पताल के डस्टबिन में मिला... હિંમતનગરમાં કુબેરધામ મંદિરે ત્રિદિવસીય... Assam Minister Pijush Hazarika reviews... Meghalaya High Court Rejects Pension C... Delhi's Air Quality Tops World as Wors...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં ભારે વરસાદમાં નર્મદા કોલેજની વિદ્યાર્થીને પોલીસે સુરક્ષિત રીતે પરીક્ષા સ્થળે પહોંચાડ્યા
Local

ભરૂચમાં ભારે વરસાદમાં નર્મદા કોલેજની વિદ્યાર્થીને પોલીસે સુરક્ષિત રીતે પરીક્ષા સ્થળે પહોંચાડ્યા

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 15 Sep 2026, 06:56 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચમાં તીવ્ર વરસાદથી કસક વિસ્તારમાં પાણી ભરાઈ, નર્મદા કોલેજમાં પરીક્ષા આપતી કેટલીક વિદ્યાર્થીને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવવામાં આવ્યા.

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કસક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિએ વાહનચાલકો અને રસ્તા પર ચાલતા લોકોને મુશ્કેલીમાં મૂક્યા.

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા કોલેજમાં પરીક્ષા આપતી કેટલીક વિદ્યાર્થીને કસક વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. તેમની મુશ્કેલીની જાણ થતા સી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન. આર. ચૌધરીએ તાત્કાલિક પોલીસ વાહનની વ્યવસ્થા કરી.

પોલિસે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પોલીસ વાહનમાં બેસાડી નર્મદા કોલેજ સુધી પહોંચાડ્યા, જેથી તેઓ સમયસર પરીક્ષા આપી શકે. આ કામગીરીમાં સમયસૂચકતા અને સહાયતા દર્શાવી.

પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા સ્થાનિક લોકોને અને મીડિયા દ્વારા થઈ રહી છે.
📲Get App