🔥 TRENDING Uttar Pradesh Approves New Security We... નારોલ પોલીસ સ્ટેશનએ ગે.કા. કતલખાનાથી ગ... ઓવરસ્પીડ કારે ઇસ્કોન બ્રિજ પર ડાયવર્ઝન... 84‑વર્ષીય આમેનાબેનની હત્યા: સુરતના નાન... Uttar Pradesh Shifts Focus from Women... ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ નંબર-૧ મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના વોર્ડ નંબર-૧ના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 15 Sep 2026, 01:32 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અલકનંદા સોસાયટી, હરિનગર, જીઈબી વિસ્તાર, ઉમિયાનગર, ગોલ્ડન ગાર્ડન સોસાયટી વગેરે વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવેલ.

વરસાદને કારણે મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના વોર્ડ નંબર-૧ના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અલકનંદા સોસાયટી, હરિનગર, જીઈબી વિસ્તાર, ઉમિયાનગર, ગોલ્ડન ગાર્ડન સોસાયટી તેમજ અન્ય આસપાસના વિસ્તારોમાં વરસાદના પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે નાગરિકોને અસુવિધા પડી રહી હતી.
આ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરી સર્વે કાઉન્સિલરો – જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન ભરત પાતારીયા, ફારૂકભાઈ સુમરા અને શારદાબેન ચેતન સોધમની સૂચના તથા સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.
વોર્ડમેન કલ્પેશભાઈ ધુઆ અને રાજેશભાઈ મહેશ્વરી સાથે સમગ્ર નગરપાલિકાની ટીમે આ કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. સ્થાનિક કાઉન્સિલરો જાવેદભાઈ પઠાણ, ફારૂકભાઈ સુમરા અને ભરતભાઈ પાતારીયા પણ વ્યક્તિગત રીતે હાજર રહીને કામગીરીમાં જોડાયા હતા અને પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
પાણી નિકાલ માટે JCB ની વ્યવસ્થા સેનીટેશન ઈજનેર અજયભાઇ આહીર એ કરેલ હતી, સર્વેના પ્રયાસોથી વોર્ડ નંબર-૧ના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.
📲Get App