🔥 TRENDING Businessman Gulzar Singh Killed in Day... Librarian's Suspicious Death in Amrits... Delhi Road Rage: Father of Bike Victim... Married Woman Drowns in Dhava River Du... हरितालिका तीज: शिव‑पार्वती के पवित्र प... Madhya Pradesh CM Mohan Yadav to Gift...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અખિલ કચ્છ મહેશ્વરી સમાજ મહિલા સ્નેહ મિલન કાર્યક્રમ ભુજ મધ્યે યોજાયો
Local

અખિલ કચ્છ મહેશ્વરી સમાજ મહિલા સ્નેહ મિલન કાર્યક્રમ ભુજ મધ્યે યોજાયો

✍️ Reporter: Bharat Kanjibhai Patariya 🗓 14 Sep 2026, 09:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ આંબેડકર ભવન ખાતે મહેશ્વરી સમાજ મહિલા સ્નેહમિલન નો આયોજન કરવામાં આવ્યું.

મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સામાજિક જાગૃતિના વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ સમસ્ત મહેશ્વરી સમાજની મહિલાઓમાં પરસ્પર સ્નેહ, એકતા, સામાજિક જાગૃતિ અને આત્મનિર્ભરતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી "મહેશ્વરી મહિલા સ્નેહ મિલન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ, માતાઓ, બહેનો અને દીકરીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી સહભાગીતા નોંધાવી હતી.કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, મહિલા વ્યસનમુક્તિ, આત્મનિર્ભરતા, ગૃહઉદ્યોગ, મહિલાઓ પર થતા અત્યાચાર સામે જાગૃતિ, સહિયારી પર થતા અત્યાચાર, સામાજિક-ધાર્મિક સુધારા તેમજ વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓની ભૂમિકા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહિલાઓને પોતાના અધિકારો અને જવાબદારીઓ અંગે જાગૃત કરવા સાથે આત્મનિર્ભર બનવા માટે ઉપલબ્ધ વિવિધ તકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજની મહિલાઓ પરસ્પર સહયોગ અને સહકારથી આગળ વધે તથા સમાજના સર્વાગી વિકાસમાં સક્રિય યોગદાન આપે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. તેમજ આગામી સમયમાં મહિલાઓના સશક્તિકરણ, સામાજિક જાગૃતિ અને સમાજના ઉત્થાન માટે વિવિધ સેવાકીય અને જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.સમાજસેવી અને મહિલા સ્વાવલંબી ની હિમાયતી મહિલાઓ જેવી કે એડવોકેટ કાન્તાબેન મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ -શ્રીમતિ વાલુબેન ઘેડા, રમીલાબેન પિંગોલ, નિર્મલાબેન સંજોટ (કચ્છ કેર), પ્રોફેસર ડૉ. દિવ્યાબેન, આશાબેન ફુફલ, લીલાવતીબેન ફુફલ, હંસાબેન ડોરું, લક્ષ્મીબેન ચૂઈયા, નાનુબેન ધુવા, ચંદ્રિકાબેન રોશિયાના સહિયારા આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ વચ્ચે પરસ્પર સંવાદ, વિચાર વિનિમય અને આત્મીયતાનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તથા સમાજની તમામ મહિલાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App