🔥 ट्रेंडिंग राजस्थान में नगर निकाय चुनाव में तीसरे... વાગરાના પહાજ ગામમાં મર્ડર કેસમાં આરોપી... ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની... तेलंगाना कांग्रेस ने नया राज्य इन‑चार्... भारतीय नौसेना प्रमुख को न्यूज़ीलैंड मे... टैलीनाड में 3 दिन में 9 पुरुषों द्वारा...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 सित. 2026, 06:18 PM 👁 9
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

અમરેલી, તા.૧૪ સપ્ટેમ્બર
તા. ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર દરમિયાન રાજુલા સબ ડિવિઝનમાં આવતા રાજુલા અને જાફરાબાદ તાલુકામાં હંગામી-ટેમ્પરરી ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી નિયત પ્રક્રિયા મુજબ લાયસન્સ મેળવવા અરજી કરવાની રહેશે.

ફટાકડાના વેચાણ માટેના સ્થળે રહેણાંક મકાન તથા અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર જાળવવાનું રહેશે. તેમજ ફટાકડાના સ્ટોલની આસપાસ જ્વલનશીલ પદાર્થો ન હોય તથા સુરક્ષાના નિયમોનું પાલન થાય તે જરૂરી રહેશે. કામચલાઉ શેડમાં ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માટે પણ નિયત ધોરણો મુજબ વ્યવસ્થા કરવાની રહેશે.

લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ ફોર્મ નં. એ.ઈ. ૦૫માં અરજી કરવાની રહેશે. અરજદારોએ જરૂરી વિગતો સાથે અરજી રજૂ કરવાની રહેશે. સદરહુ લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, રાજુલાની કચેરીમાં તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

નિયત ફોર્મ એ.ઈ.૦૫માં ઠરેલ નમૂનામાં સંપૂર્ણ વિગતો સુચિત કરી અરજી કરવાની રહેશે તથા અરજીમાં સ્થળનો સચોટ નકશો દર્શાવી અરજદારની સહી સાથે સ્થળ દર્શાવતો નકશો જોડવાનો રહેશે, અરજી ઉપર રૂ. ૩-૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે. અરજી સાથે લાયસન્સ ફી રૂ.૯૦૦ "૦૦૭૦-૬૦-૧૦૩-૦૦" ના સદરે ચલણની નકલ તથા જરૂરી અન્ય દસ્તાવેજો જોડવાના રહેશે.

સૂચિત સ્થળનો બ્લુ પ્રિન્ટ નકશો અરજદારની સહી સાથે અરજી સાથે ત્રણ નકલમાં રજૂ કરવાનાં રહેશે. સૂચિત સ્થળની માલિકી-ભાડા હક્ક ધરાવતા હોવા અંગેના આધાર-પુરાવા પણ નિયત અરજી સાથે જોડવાના રહેશે.અપૂર્ણ વિગતો અથવા જરૂરી પુરાવા વિના રજૂ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, રાજુલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App