🔥 ट्रेंडिंग જય ગણેશ 🙏 પારનેરા ના સમ્રાટ ગણપતિ બા... एपी के छोटे व्यापारियों को पीएम स्वनिध... एपी हाई कोर्ट में दायर पीआईएल ने वीएसए... गुजरात ने छात्रावास व कैंटीन में खाद्य... गुजरात का प्रदूषण नियंत्रण मॉडल दिल्ली... Parnadi na kathe je reling nu kaam Bak...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मौसम

ભારે વરસાદથી મત વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ, તાત્કાલિક ડ્રેનેજ કામગીરી

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 14 सित. 2026, 11:35 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મતો વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું, અધિકારીઓને તાત્કાલિક નિકાલ અને ડ્રેનેજ સુવિધા સુધારવાની સૂચના આપી.

આજે ભારે વરસાદને કારણે મત વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ જોવા મળ્યો. પ્રતિનિધિએ સ્થળ પર જઇ હરીયાળી હોટલથી પુષ્પક બંગ્લોઝ, કૃષ્ણા ડુપ્લેક્સ અને રામદેવ નગર સોસાયટીના મેઈન રોડ સુધી પાણી ભરાવનું નિરીક્ષણ કર્યું.

સાઇ ચરણ સોસાયટીથી શાંતિ નિકેતનના મેઈન રોડ સુધીનું માર્ગ પણ પાણીથી ઢંકાયેલું હતું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. રણછોડ પાર્કથી વિનોદ વાટિકા સુધીનો રસ્તો પણ પાણી ભરાઈ સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી.

સુખધામ પાસે નીલકંઠ વિસ્તારમાં ખાડીનું પાણી રોડ પર ફેલાતું જોવા મળ્યું, જ્યાં તાત્કાલિક નિરીક્ષણ અને નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી. પ્રતિનિધિએ સંબંધિત અધિકારીઓને પાણી નિકાલને વેગવંતી બનાવવા અને ડ્રેનેજ વ્યવસ્થા તાત્કાલિક ખોલવાની સૂચનાઓ આપી.

જનતા સુરક્ષિત રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા માટે અધિકારીઓને વિનંતી કરવામાં આવી. તાત્કાલિક પગલાં લઈને પાણી નિકાલની કામગીરી પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
📲Get App