🔥 TRENDING સુરતી-નવસારી માર્ગ અકસ્માતમાં ભાઈ ઘાયલ... दिल्ली भाजपा की सह-प्रभारी दर्शना जरदो... LCBએ શિહોરી માનપુરમાં દારૂ ભરેલી સ્કોર... रात के अंधेरे में मददगार बनी यूपी-112,... કડીમાં નગરપાલિકાએ દબાણ દૂર કરીને લારી... बीजेपी ने हनुमानगढ़ में पंचायती राज चु...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળોએ પોલીસના દરોડા: ૧૬ જુગારીઓ ઝડપાયા, ૩૩ હજારથી વધુની રોકડ જપ્ત
Crime

અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળોએ પોલીસના દરોડા: ૧૬ જુગારીઓ ઝડપાયા, ૩૩ હજારથી વધુની રોકડ જપ્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Sep 2026, 12:48 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા ૧૬ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે ખાંભાના મુંજીયાસર ગામેથી ૭ જુગારીઓ ફરાર થઈ ગયા છે.

અમરેલી જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. પોલીસે જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા કુલ ૧૬ જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૩૩ હજારથી વધુની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બગસરામાં જાહેરમાં જુગાર રમી રહેલા ૫ ઈસમોને પોલીસે રોકડા રૂ. ૧૦,૧૭૦ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. બીજી તરફ, ખાંભા તાલુકાના મોટા મુંજીયાસર ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો રૂ. ૧૧,૯૬૦ ની રોકડ સાથે ઝડપાયા હતા. જોકે, આ દરોડા દરમિયાન અન્ય ૭ ઈસમો પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ ઉપરાંત, ખાંભાના જ ખડાધાર ગામેથી પણ પોલીસે રેઇડ દરમિયાન ૫ જુગારીઓને રૂ. ૧૧,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App