🔥 TRENDING IMD Issues Three-Day Yellow Warning fo... Taapsee Pannu Shows Four Festive Saree... Jammu and Kashmir Fails to Utilise ₹3,... J&K Government Orders Immediate Transf... Man Injured in Bear Attack in South Ka... Bombay HC Defers Hearing on Goa Voter...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં લાકડાંની હેરાફેરી પર જાગૃત નાગરિકને ધમકી, તંત્ર સામે સવાલ..
Local

સાબરકાંઠામાં લાકડાંની હેરાફેરી પર જાગૃત નાગરિકને ધમકી, તંત્ર સામે સવાલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 09:48 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં જંગલમાંથી લાકડાં કાપી બહાર લઈ જવાના આરોપમાં જાગૃત નાગરિકે સવાલ પૂછતાં CNG અને મારુતિ કારમાં રહેલા વ્યક્તિઓ દ્વારા ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ થયો, જે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કરે છે..

સાબરકાંઠા જિલ્લામાં-:
જંગલ વિસ્તારમાંથી લાકડાં કાપી બહાર લઈ જવાના આરોપમાં જાગૃત નાગરિકે ટ્રેક્ટર પર સવાલ પૂછતાં CNG રિક્ષા નંબર GJ 9 BX 0795 અને મારુતિ ઈકો કાર નંબર GJ 27 BS 6963માં રહેલા વ્યક્તિઓ દ્વારા ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ થયો..

નાગરિકના જણાવ્યા મુજબ, સવાલ પૂછવામાં આવતા “તમારાથી થાય એ કરી લો… તમારા જેવા તો ઘણા આવ્યા છે, પોલીસ અને તંત્ર તો અમારા હપ્તા લે છે!” જેવી ઉગ્ર ભાષા બોલવામાં આવી. આ નિવેદન સાચું હોય તો મામલો માત્ર લાકડાંની હેરાફેરી પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે..

સરકાર દ્વારા જંગલ અને વૃક્ષોના સંરક્ષણ માટે અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ જો જંગલ વિસ્તારમાંથી લાકડાંનું કાપકામ અને હેરાફેરી થતી હોય તો વન વિભાગની નજર ક્યાં છે તે પ્રશ્ન ઉઠે છે. જંગલની દેખરેખ ખરેખર વન વિભાગ કરી રહ્યું છે કે ‘પુષ્પરાજ’ના અંદાજમાં લાકડાંનું કોઈ અલગ જ સામ્રાજ્ય ચાલી રહ્યું છે,તે તપાસવાની જરૂર છે..

વાહનોના નંબરના આધારે તપાસ, જંગલ વિસ્તારમાં લાકડાંના કાપકામ અંગે તપાસ અને જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ જરૂરી છે, જેથી હકીકત સામે આવી શકે અને તંત્રની જવાબદારી સ્પષ્ટ થઈ શકે.
📲Get App