🔥 TRENDING Rain Expected in Bikaner‑Shekhawati fr... Rajasthan cracks down on fertilizer bl... India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગણપતિની મૂર્તિને હાથીની અંબાડીએ બિરાજમાન કરાઈ, ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ગણપતિની મૂર્તિને હાથીની અંબાડીએ બિરાજમાન કરાઈ, ભવ્ય શોભાયાત્રા યોજાઈ

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Sep 2026, 10:52 AM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત વીરમગામ શહેરમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણપતિજીની મૂર્તિને હાથીની અંબાડીએ બિરાજમાન કરવામાં આવી હતી.વીરમગામના ધારાસભ્યના જનસેવા કાર્યાલયથી ગણેશ પંડાલ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણેશભક્તો જોડાયા હતા.
ઢોલ-નગારાના તાલે અને ગણપતિ બાપાના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રાને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હાથીની અંબાડીએ બિરાજમાન ગણપતિની મૂર્તિ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી.
ગણેશભક્તોએ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App