🔥 ट्रेंडिंग अतिरिक्त सचिव अजय शर्मा ने लिधौरा ताल... कटनी में सेवा ज्योति कलश यात्रा के दौर... निम्हा के महावीर पारा आंगनवाड़ी केंद्र... प्रधानमंत्री नरेंद्र मोदी ने ग्वालियर... डबरी नगर पालिका के पार्षदों का विवाद स... कृति सनन ने रक्षाबंधन विज्ञापन को विवा...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં બે રીક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો, રીઢા ચોર સુરેશ ઠાકોરને પકડી પાડ્યો
अपराध

સાબરકાંઠામાં બે રીક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો, રીઢા ચોર સુરેશ ઠાકોરને પકડી પાડ્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 सित. 2026, 09:05 PM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બી ડિવિઝન પોલીસે સાબરકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ રીક્ષા ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપી સુરેશભાઈ વેલાજી ઠાકોરને પકડી પાડીને ચોરીની બંને રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં રીક્ષા ચોરીના બે અલગ-અલગ ગુન્હાઓનો ભેદ ઉકેલતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરી કરવાની ટેવવાળા રીઢા આરોપી સુરેશભાઈ વેલાજી ઠાકોરને પકડી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી ચોરીની બે રીક્ષાઓ રિકવર કરી લીધી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ રીક્ષા ચોરીનો ગુન્હો નોંધાયો હતો.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના સૂચનો હેઠળ, હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, ડી.એન. વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ એ.પી. માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઈને એક મહત્વની બાતમી મળી હતી.

ગુન્હાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન નંબર GJ-09-AX-8910 વાળી બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા, જેની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- છે, ચોરીમાં ગઈ છે. આ ચોરીમાં સામેલ આરોપી સુરેશભાઈ સ/ઓ નાનજીભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉંમર ૩૫, રહે. જીલીયા તા. ચાણસ્મા જ. પાટણ) હોવાનું પાકડાયું છે, જે અગાઉ પણ રીક્ષા ચોરીમાં પકડાયેલો છે.
📲Get App