🔥 TRENDING India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ... Government unveils 2026-30 roadmap to... US Stocks Slip From Record Highs as Tr...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
છેલ્લા એક વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

છેલ્લા એક વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Sep 2026, 07:55 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્રૃ વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટીયા, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી જી.જે. મોરી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન એ.એસ.આઈ. દિલીપસિંહ પરમાર તથા પો.કોન્સ. વિશાલકુમાર સોલંકીને હ્યુમન સોર્સ મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધંધુકા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 11192018250295, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) મુજબના છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ગુણવંતભાઈ ભુપતભાઈ મેર (ઉ.વ. 47)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીનું સરનામું: તિરૂમાલા પાર્ક સોસાયટી, ભાવનગર રોડ, માંડા ડુંગર, બાલાજી કોમ્પ્લેક્સ પાસે, રાજકોટ શહેર, મૂળ રહે. પાણવી ગામ, તા. વલ્લભીપુર, જી. ભાવનગર.
આમ, લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.ને સફળતા મળી છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટીયા
પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી જી.જે. મોરી
તથા પોલીસ સ્ટાફ
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App