🔥 TRENDING વાગરા તાલુકાની DAK CHEMICALS માં ભયંકર... વાગરા તાલુકાની DAK CHEMICALS માં આગ ફા... संघर्ष योद्धा मनोज जरांगे पाटील मुंबईक... Two Kuki-Zo Women Killed in Manipur's... Two Women Fatally Shot While Working o... Meghalaya Board Sets 2026–27 SSLC Exam...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આગામી ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને શાંતિ સમિતિ ની બેઠક

✍️ Reporter: Burhaan sibhai 🗓 13 Sep 2026, 04:55 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકામાંઆગામી સમયમાં શરૂ થનાર ગણપતિ ઉત્સવ અને તહેવાર શાંતિપૂર્વક અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર ઉજવાય તે માટે માર્ગદર્શન અને સૂચના આપવા માટે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક લુણાવાડા ખાતે યોજવામાં આવી હતી જેમાં વિવિધ ગણપતિ મંડળોના આયોજકો સમાજના અગ્રણીઓ તેમજ સર્વ ધર્મ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આગામી તહેવાર શાંતિપૂર્વક અને વિના વિઘ્ને ઉજવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત ડીજેના ઉપયોગ અંગે ની માર્ગદર્શિકા નું પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પણ યોગ્ય સૂચના આપવામાં આવી હતી તમામ સમાજના અગ્રણીઓએ તહેવારોની શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે અંગે ખાતરી આપી હતી
📲Get App