🔥 TRENDING India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ... Government unveils 2026-30 roadmap to... US Stocks Slip From Record Highs as Tr...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫૭૬ બીયરના ટીન ભરેલ દારૂ સાથે ૪ આરોપીઓને પકડી પાડ્યા
Crime

સાબરકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫૭૬ બીયરના ટીન ભરેલ દારૂ સાથે ૪ આરોપીઓને પકડી પાડ્યા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Sep 2026, 09:06 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મારૂતી ઇકો અને ટોયોટા ઇટીયોસ ગાડીઓમાં ભારતીય બનાવટના દારૂની ૫૭૬ બીયરના ટીન મળી કુલ ૫,૩૬,૨૭૬ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને અટકાવ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ના સૂચનો હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ના માર્ગદર્શનમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. જોષી અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં પ્રોહીબિશન વોચમાં ફરતી હતી.

ગઈ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ નારોજ, હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક સફેદ રંગની મારૂતી ઇકો (જી.જે.૦૯બી.એ૩૬૧૭) અને તેની આગળ પાયલોટિંગ કરતી ટોયોટા ઇટીયોસ (જી.જે.૦૧જે.ટી૪૭૯૯) ગાડીમાં ભારતીય બનાવટના દારૂની પેટીઓ ભરી ભીલોડા-ગાંભોઇથી અમદાવાદ તરફ જઈ રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે હાજીપુર ગામ નજીક હિંમતનગર-પ્રાતિજ હાઇવે પર સી.એન.જી. પંપ નજીક પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસે બંને ગાડીઓને રોકી તપાસ કરતાં, તેમાં કુલ ચાર ઇસમો હાજર હોવાનું જણાયું હતું. ગાડીઓની તપાસમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ભરેલ કુલ ૫૭૬ બીયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ૧,૧૫,૭૭૬ રૂપિયા છે. ઉપરાંત, ટોયોટા ઇટીયોસ (૨,૫૦,૦૦૦ રૂપિયા), મારૂતી ઇકો (૧,૫૦,૦૦૦ રૂપિયા) અને ૫ મોબાઈલ ફોન (૨૦,૫૦૦ રૂપિયા) સહિત કુલ ૫,૩૬,૨૭૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

આ ઘટનામાં કુરીચંદ કાન્તીલાલ ડોડીયાર, અનિલકુમાર ગોવિંદજી ખરાડી, વિકાસ લક્ષ્મણ પરમાર અને શંકરલાલ કલાજી પરમાર (સૌ રહે. ઉદેપુર, રાજસ્થાન) ને પકડી પાડવામાં આવ્યા છે. હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫-એઇ, ૮૧ અને ૮૩ મુજબ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ચાર વધુ આરોપીઓ, જેમાં અમદાવાદના નાના ચિલોડા હોટેલ પર દારૂ લેવા આવનાર વ્યક્તિ સહિત, હજુ પણ પકડવા બાકી છે.
📲Get App