🔥 TRENDING India Issues Guidance for Online Fraud... ASI in Chandigarh Crime Branch Found H... TGCSB Arrests 101 in Nationwide Cyberc... India could unlock 1% GDP growth, Econ... Government unveils 2026-30 roadmap to... US Stocks Slip From Record Highs as Tr...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર પોલીસે રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી ટેવવાળા આરોપીને બે રીક્ષાઓ સાથે પકડી પાડ્યું
Crime

હિંમતનગર પોલીસે રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી ટેવવાળા આરોપીને બે રીક્ષાઓ સાથે પકડી પાડ્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Sep 2026, 08:10 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં રીક્ષા ચોરીના બે અલગ-અલગ ગુન્હાઓનો ભેદ ઉકેલતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરી કરવાની ટેવવાળા રીઢા આરોપી સુરેશભાઈ વેલાજી ઠાકોરને પકડી પાડ્યું છે. આરોપી પાસેથી ચોરીની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા-હિંમતનગરના પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના સૂચનો હેઠળ, હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, ડી.એન. વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ એ.પી. માળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઈને એક મહત્વની બાતમી મળી હતી.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ રીક્ષા ચોરીનો ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાની ગંભીરતા જોતાં પોલીસે તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન નંબર GJ-09-AX-8910 વાળી બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા, જેની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- છે, ચોરીમાં ગઈ છે. આ ચોરીમાં સામેલ આરોપી સુરેશભાઈ સ/ઓ નાનજીભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉંમર ૩૫, રહે. જીલીયા તા. ચાણસ્મા જ. પાટણ) હોવાનું પાકડાયું છે, જે અગાઉ પણ રીક્ષા ચોરીમાં પકડાયેલો છે.

આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં જાણવા મળ્યું કે તેણે થલતેજથી બીજી એક રીક્ષા પણ ચોરી કરી છે. આ બાબતે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધાયેલો છે. આરોપી પાસેથી રજિસ્ટ્રેશન નંબર GJ-27-TE-3494 વાળી બીજી રીક્ષા પણ રિકવર કરવામાં આવી છે, જેની કિંમત રૂ. ૧,૬૦,૦૦૦/- ગણવામાં આવી છે. આમ, હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીને બે રીક્ષાઓ સાથે પકડી પાડ્યું છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં ૨૦૧૫ થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં સેટેલાઈટ, ઈન્ફોસિટી, સોલા હાઈકોર્ટ, અડાલજ, ગાંધીનગર સેક્ટર ૦૭, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૯ ગુન્હાઓનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં એ.પી. માળી, અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઈ, અ.પો.કો. હિતેષકુમાર રમણભાઈ, આ.પો.કો. અભિષેક મહીજીભાઈ, આ.પો.કો. આશિષકુમાર કાંતીભાઈ, અ.પો.કો. ધરમવીરસિંહ દીલીપસિંહ અને અ.પો.કો. બ્રિજેશકુમાર મહેશભાઈએ મહત્વનો ફાળો ભજવ્યો છે.
📲Get App