🔥 TRENDING आजमनगर-दमदमा मार्ग पर पुल निर्माण की स... PM Modi Meets Haryana BJP MLAs in Delh... Chhattisgarh HC Dismisses Challenge to... Kanker Police Initiate 'Mission Raksha... Potash bombs used in Udanti Tiger Rese... Armed robbery of CSP officer in Shekhp...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતથી નવી મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ, મુસાફરોને મળશે રિફંડ
Local

સુરતથી નવી મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ, મુસાફરોને મળશે રિફંડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Sep 2026, 06:40 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

25 ઓક્ટોબરથી શરૂ થવાની હતી સુરત-નવી મુંબઈ વચ્ચેની નવી ફ્લાઇટ, પરંતુ ઓછી બુકિંગને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસે તે રદ કરવાનો નિર્ણય લીધો છે.

સુરતથી નવી મુંબઈ વચ્ચે 25 ઓક્ટોબરથી શરૂ થવાની હતી એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી ફ્લાઇટ, પરંતુ હવે આ સંદર્ભમાં મોટું અપડેટ સામે આવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટની બુકિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરી હતી, તેમને રિફંડ આપવામાં આવશે.

આ ફ્લાઇટને લઈને શરૂઆતથી જ વિવાદ રહ્યો હતો. વેપારીઓનું કહેવું હતું કે સુરતને નવી મુંબઈ નહીં, પરંતુ સીધી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (BOM)ની કનેક્ટિવિટી જોઈએ. નવી મુંબઈ એરપોર્ટથી મુંબઈના મુખ્ય વેપારી વિસ્તારો સુધી પહોંચવામાં રોડ માર્ગે વધારાનો સમય અને ખર્ચ લાગે છે. આ ઉપરાંત શરૂઆતમાં આશરે 10 હજાર રૂપિયાથી વધુ ભાડું હોવા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. બૂકિંગ 4% સુધી પણ ન મળતા ફ્લાઇટ રદ કરી દેવાઈ છે.

ભાસ્કર ઇનસાઇટ મુજબ, 2 સપ્ટેમ્બરે જાહેરાત કરાઈ હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસ 25 ઓક્ટોબરથી સુરત અને નવી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરશે. ફ્લાઇટ સવારે 11:15 વાગ્યે સુરતથી રવાના થઈને 12:10 વાગ્યે નવી મુંબઈ પહોંચવાની હતી. પરત ફરતી વખતે સવારે 5 વાગ્યે નવી મુંબઈથી ફ્લાઇટ અને 5:55 વાગ્યે સુરત પહોંચવાનું શેડ્યૂલ હતું. શરૂઆતનું ભાડું આશરે 9થી 10 હજાર રૂપિયા જણાવવામાં આવ્યું હતું. આ સાથે વેપારીઓએ સીધી મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવાની માંગ ઉઠાવી હતી.
📲Get App