🔥 TRENDING Spark Trailer Launches with Prema and... પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ... પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન... जैथरा में 19 सितंबर से आयोजित होगी भव्... IMD Predicts Heavy Rains Across Multip... Arunachal Pradesh Governor Launches Yo...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક શ્રી અનિલ ગુરુજીને ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’થી સન્માન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Sep 2026, 06:10 PM 👁 166
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક શ્રી અનિલ ગુરુજીનું પ્રતિષ્ઠિત ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.
અંબાજી ખાતે ભગવતી વાટિકા, અંબા હેરિટેજની સામે યોજાયેલા સન્માન સમારોહમાં ગુજરાતના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી સાહેબ વતી વર્તમાન ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પાલનપુર તેમજ પૂર્વ શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોશી સાહેબના હસ્તે શ્રી અનિલ ગુરુજીને આ પ્રતિષ્ઠિત પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ શ્રી અનિલ ગુરુજીને આ સન્માન આપવામાં આવ્યું છે.
આ પ્રતિષ્ઠિત સન્માન મળતાં બોરીદ્રા શાળા સહિત સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સન્માન પ્રસંગે શ્રી અનિલ ગુરુજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ જગત તરફથી મળેલું આ સન્માન તેમના માટે ગૌરવ અને રાજીપાનો વિષય છે. સાથે જ આ સન્માન તેમને શિક્ષણ અને સમાજસેવાની કામગીરી વધુ ઉત્સાહ અને નિષ્ઠાથી આગળ વધારવા માટે પ્રેરણા આપશે.
‘સેવાનું ઝરણું – બોરીદ્રા’ની ભાવનાને સાર્થક કરતા શ્રી અનિલ ગુરુજીને મળેલા આ સન્માન બદલ શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.
બોરીદ્રા શાળાના શિક્ષણક્ષેત્રે યોગદાનની વધુ એક નોંધપાત્ર સિદ્ધિ તરીકે આ સન્માનને જોવામાં આવી રહ્યું છે.
📲Get App