🔥 TRENDING PM Modi Meets Haryana BJP MLAs in Delh... Chhattisgarh HC Dismisses Challenge to... Kanker Police Initiate 'Mission Raksha... Potash bombs used in Udanti Tiger Rese... Armed robbery of CSP officer in Shekhp... Two Teenagers Drown in Daha River Duri...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગણેશ ઉત્સવ માટે જાહેર થઈ વિસ્તૃત આચારસંહિતા, માટીની મૂર્તિ અને સમાજસેવા પર ભાર
Local

સુરતમાં ગણેશ ઉત્સવ માટે જાહેર થઈ વિસ્તૃત આચારસંહિતા, માટીની મૂર્તિ અને સમાજસેવા પર ભાર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Sep 2026, 06:45 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં ગણેશ ઉત્સવને ધાર્મિક પરંપરા અને સામાજિક સમરસતા સાથે ઉજવવા માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિસ્તૃત આચારસંહિતા બહાર પાડવામાં આવી છે, જેમાં માટીની મૂર્તિની સ્થાપના અને દૂષણો દૂર કરવાના પ્રયાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ગણેશ ઉત્સવનું પર્વ ધાર્મિક પરંપરા, દેશભક્તિ અને સામાજિક સમરસતા સાથે ઉજવાય તે હેતુથી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિસ્તૃત આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. ઉત્સવ દરમિયાન ધાર્મિક પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહે તે માટે શહેરના તમામ મંડળો તથા આયોજકોને આ નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આચારસંહિતા જાહેર કરતા સાધુએ જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ એ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે અને ગણપતિ પ્રથમ પૂજ્ય ઇષ્ટદેવ છે. સુરત શહેરની વસ્તી આજે અંદાજે 80 લાખ થઈ ગઈ છે અને 80 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, ત્યારે દરેક જગ્યાએ પહોંચવું શક્ય ન હોવાથી સૌ આયોજકોએ વિવેકપૂર્વક ઉત્સવની ગરિમા જાળવવી જોઈએ. ઉત્સવ કોઈ ટીકાપાત્ર ન બને તે રીતે આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. આ દસ દિવસ દરમિયાન સમાજસેવા, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રભક્તિ વધે તેવા કાર્યક્રમો યોજી સમાજમાંથી દૂષણો દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જાહેર કરાયેલા મુખ્ય નિયમો મુજબ, દરેક સોસાયટી કે મહોલ્લામાં એક જ પ્રતિમાની સ્થાપના થાય તે માટે સંગઠન કરવું. હાઇકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર માત્ર માટીની મૂર્તિની જ સ્થાપના કરવાનો આગ્રહ રાખવો. મૂર્તિ પર કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થો ચઢાવવા કે ચોંટાડવા શાસ્ત્રવિરુદ્ધ હોવાથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ બાંધવા અને મંડપની આસપાસ કેફી દ્રવ્યોનું સેવન કે જુગાર જેવી પ્રવૃત્તિઓ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે.
📲Get App