🔥 TRENDING Manipur Protesters Enter Third Day, Pr... Five Civil Society Groups Convene Publ... Man gets 25-year jail term for POCSO v... बिहार के चेतन शुक्ला ने 25 लाख रुपये/म... Meghalaya High Court Upholds POCSO Con... Meghalaya CM Announces Record Educatio...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

તિલકવાડામાં વરસાદની અમીછાંટા, ખેડૂતોમાં આશાનો કિરણ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 12 Sep 2026, 09:00 AM 👁 55
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા તિલકવાડાના ખેડૂતોને આજે સવારમાં પડેલી અમીછાંટા દ્વારા થોડી રાહત મળી.

તિલકવાડામાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજે સવારમાં અમીછાંટા પડીને થોડી રાહત આશા જાગી. વહેલી સવારમાં વાદળછાયું આકાશ અને ત્યારબાદ હળવા અમી છાંટા શરૂઆત નોંધાઈ.

પાકને પાણીની જરૂરિયાતને કારણે ખેડૂતો આકાશ તરફ નજર રાખતા હતા. વાવણી બાદ વરસાદ ન થવાને કારણે ચિંતિત રહેલા ખેડૂતોને આજે પડેલી અમીછાંટા ખુશી આપી.

ખેડૂતોનું કહેવું છે કે હાલનું વરસાદ પૂરતું નથી, પરંતુ આ શરૂઆત સારો અને ધોધમાર વરસાદ માટે સંકેત બની શકે છે. આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તો ખેતરોમાં પાકને મોટો ફાયદો થશે.

વરસાદના અભાવે ખેતી ખર્ચ અને પાકની ચિંતા વધી હતી, હવે ખેડૂતો મેઘરાજા પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદ માત્ર પાણી નહીં, તેમની મહેનત, આશા અને આવકનો આધાર છે.

આજની અમીછાંટાએ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી, પરંતુ હવે સૌની નજર આકાશ તરફ છે, તેઓ સારો અને ધોધમાર વરસાદની અપેક્ષા રાખે છે.
📲Get App