🔥 TRENDING Mumbai Police Register Rs 7 Lakh Extor... Telangana MLA faces backlash after vid... Ontario Court Prohibits Backyard Burni... Fire erupts on 10th floor of 20‑storey... JioHotstar partners with StarzPlay to... ‘The Hunting Wives’ Gets Third‑Season...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઘરોની લાઈટો બંધ

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઘરોની લાઈટો બંધ

✍️ Reporter: Gilani Asikali 🗓 12 Sep 2026, 11:58 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં મુનસર રોડ, ભોજવિયા ફળી, ભરવાડી દરવાજા બહાર જૂની પોલીસ લાઈન, રામ મહેલ મંદિર નજીકનો વિસ્તાર, ભૂતનીખડકી મહાવીર ફ્લેટ તથા મંગળ વેલાના ડેલામાં છેલ્લા બે કલાકથી રહેણાંક વિસ્તારમાં ઘરોની લાઈટો બંધ છે.ઘરોમાં વીજ પુરવઠો બંધ હોવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજળીના કારણે દૈનિક જીવનની વ્યવસ્થા, ખાસ કરીને બાળકોના અભ્યાસ, વડીલો તેમજ ઘરકામમાં મુશ્કેલી સર્જાઈ છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે, વારંવાર ફરિયાદ કરવા છતાં હજુ સુધી લાઈટ ચાલુ કરવામાં આવી નથી. વીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.સ્થાનિકોની માંગ: રહેણાંક વિસ્તારમાં ઘરોની લાઈટો તાત્કાલિક ચાલુ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App