🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... मिज़ोराम के मुख्यमंत्री ने बताया, हिंद... पावरकॉम मुख्यालय के पास कांग्रेस के प्...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ઘટક-૨માં "પોષણ માસ"ની ઉજવણી અંતર્ગત કઠોળ અને શાકભાજીની રંગોળી બનાવી પોષણનો સંદેશ અપાયો

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 सित. 2026, 09:20 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ઘટક-૨માં "પોષણ માસ"ની ઉજવણી અંતર્ગત કઠોળ અને શાકભાજીની રંગોળી બનાવી પોષણનો સંદેશ અપાયો


અમરેલી, તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬
પોષણ માસની ઉજવણી અંતર્ગત અમરેલી ઘટક-૨ની આંગણવાડીઓમાં આજની નિર્ધારિત થીમ અનુસાર કઠોળ અને શાકભાજીમાંથી રંગોળી બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વાલીઓ, પુરુષો, કિશોરીઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની પોષણ અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

અમરેલી તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં આયોજિત આ કાર્યક્રમમાં કઠોળ અને વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને આકર્ષક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. પરંપરાગત રંગોળી સાથે પોષણક્ષમ ખાદ્ય સામગ્રીનો સંદેશ જોડીને બાળકો અને વાલીઓને દૈનિક આહારમાં કઠોળ, શાકભાજી સહિતના પોષણયુક્ત ખોરાકના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ અમરેલી ઘટક-૨ના બાળ વિકાસ યોજના અધિકારી (સી.ડી.પી.ઓ.) શ્રી નિરાલીબહેન કિકાણીની દેખરેખ હેઠળ યોજાયો હતો. ઘટક હેઠળના તમામ સેજાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આઈ.સી.ડી.એસ વિભાગના સ્ટાફ દ્વારા કામગીરીનું માર્ગદર્શન અને દેખરેખ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય સેવિકાઓ, પોષણ અને આરોગ્ય સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ એન.એન.એમ. અને પી.એસ.ઈ. સ્ટાફ જોડાયા હતા. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોતાના કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરી સ્થાનિક વાલીઓ અને લાભાર્થીઓને સહભાગી બનાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ખાસ કરીને પુરુષ વાલીઓની સહભાગિતાએ પોષણ જાગૃતિમાં પરિવારના તમામ સભ્યોની જવાબદારીનો સંદેશ આપ્યો હતો. કિશોરીઓ, વાલીઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણ માસની ઉજવણીને સાર્થક બનાવી હતી.

પોષણ માસ અંતર્ગત યોજાતા આવા કાર્યક્રમો દ્વારા આંગણવાડી કેન્દ્રોને માત્ર સેવાકીય કેન્દ્રો પૂરતા મર્યાદિત ન રાખી, પરંતુ પોષણ જાગૃતિ અને જનભાગીદારીના કેન્દ્રો તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
📲Get App