🔥 TRENDING रीवा में भीषण जाम: सिरमौर चौराहा से कॉ... जमुई में 3400 करोड़ के निवेश से 10 हजा... અમદાવાદના આંબલી ગામમાં દેશી દારૂના અડ્... Rakesh Mahajan address press conferen... નિકોલ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત કરનાર... ઈસનપુર વોર્ડમાં ૨૫ દિવસથી ભુવો ખુલ્લો:...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના કાપોદ્રામાં આર્થિક સંકટથી કંટાળી દંપતીએ ત્રણ દિવસમાં આત્મહત્યા કરી
Crime

સુરતના કાપોદ્રામાં આર્થિક સંકટથી કંટાળી દંપતીએ ત્રણ દિવસમાં આત્મહત્યા કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Sep 2026, 08:08 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક યુવકે પત્નીના જન્મદિવસે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ત્રણ દિવસ પછી પતિના વિરહમાં 26 વર્ષીય પત્નીએ પણ પિયરમાં જઈ મોતને વહાલું કર્યું છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકે આર્થિક સંકટમાંથી કંટાળીને પત્નીના જન્મદિવસે જ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાના અસરથી પરિવાર હજુ સુધી આઘાતમાંથી બહાર નીકળ્યો ન હતો. યુવકે આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

પતિના અકાળ મૃત્યુના ત્રણ દિવસ બાદ, 26 વર્ષની પરિણીત યુવતીએ પણ પિયરમાં જઈને ઝેર ગટગટાવી મોતને વહાલું કરી લીધું છે. પતિના વિરહમાં કંટાળીને તેણે આ અંતિમ નિર્ણય લીધો છે.

માત્ર ત્રણ દિવસના ગાળામાં હસતા-રમતા દંપતીના અકાળે અવસાન થતાં બંને પરિવારોમાં શોકનું માહોલ જોવા મળી રહ્યું છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે આઘાત પેદા કર્યો છે.
📲Get App