🔥 TRENDING रीवा में भीषण जाम: सिरमौर चौराहा से कॉ... जमुई में 3400 करोड़ के निवेश से 10 हजा... અમદાવાદના આંબલી ગામમાં દેશી દારૂના અડ્... Rakesh Mahajan address press conferen... નિકોલ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત કરનાર... ઈસનપુર વોર્ડમાં ૨૫ દિવસથી ભુવો ખુલ્લો:...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉમરપાડામાં મધ્યાહન ભોજન યોજનાની નિમણૂકમાં ગેરરીતિનો આરોપ, કોંગ્રેસે તપાસની માગ કરી
Politics

ઉમરપાડામાં મધ્યાહન ભોજન યોજનાની નિમણૂકમાં ગેરરીતિનો આરોપ, કોંગ્રેસે તપાસની માગ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Sep 2026, 04:16 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની નિમણૂકમાં રાજકીય રાહે ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે અને નાયબ કલેક્ટર સુરતને આવેદનપત્ર સુપ્રત કરીને તપાસની માંગણી કરી છે.

ઉમરપાડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની નિમણૂકમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ મૂક્યો છે. આ બાબતે કોંગ્રેસે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુભાષભાઈ વસાવા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી હિતેશભાઈ પટેલ અને અલ્પેશભાઈ સહિતના આગેવાનો દ્વારા મધ્યાહન ભોજન યોજના શાખા અંતર્ગત નાયબ કલેક્ટર સુરતને સંબોધીને એક આવેદનપત્ર તૈયાર કરીને ઉમરપાડા તાલુકા મામલતદારને સુપ્રત કરાયું હતું.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે ઉમરપાડા તાલુકામાં વર્ષ 2026/27 દરમિયાન શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂકમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. તેમણે દાવો કર્યો છે કે લાયકાત ધરાવનાર અને ખરા હક્કદાર ઉમેદવારોની જગ્યાએ લાગતા વળગતા અને અયોગ્ય ઉમેદવારોની રાજકીય રાહે સીધી નિમણૂક કરવામાં આવી છે. આ પ્રક્રિયાથી યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું પ્રાથમિક ધોરણે નજરે પડે છે, જે અત્યંત નિંદનીય અને શર્મનાક બાબત છે.

આ અંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી છે કે આવી થયેલી ભરતી પ્રક્રિયાની ફેર તપાસ થાય અને લાયકાત ધરાવતા ઉમેદવારોને ન્યાય મળે. તેઓએ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત, કોંગ્રેસ પક્ષે ચીમકી આપી છે કે જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, તો આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ આવા અન્યાયથી પીડિત ઉમેદવારો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
📲Get App