🔥 TRENDING વડીયાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિ... ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન... मुंबई में आज एक ऐसी पार्टी का प्रदर्शन... 25 अक्टूबर को होंगे सरपंच चुनाव हेतु म... बालेसर सत्ता: श्री सैणला राय हॉस्टल मे... KEA Announces Round 3 Provisional Seat...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કીમમાં રેલવે ઓવરબ્રીજ નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ગુનો નોંધ્યો
Crime

કીમમાં રેલવે ઓવરબ્રીજ નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ગુનો નોંધ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 11 Sep 2026, 04:42 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કીમ પૂર્વ વિસ્તારમાં રેલવે ઓવરબ્રીજના છેડા નજીકથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં કીમ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ઓલપાડમાં એક શ્રમિકને કરંટ લાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી છે.

કીમ પૂર્વ વિસ્તારમાં રેલવે ઓવરબ્રીજના છેડા નજીકથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સાંઈલીલા કોમ્પ્લેક્સની સામે આવેલી પાકી ગટર લાઈન ઉપર જાહેરમાં આ અજાણ્યો વ્યક્તિ મૃત હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં કીમ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી.

કીમ પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહનો કબજો મેળવી લીધો છે. હાલમાં આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય ઘટનાની વાત કરીએ તો ઓલપાડના સ્યાદલા ખાતે યુનિક ઈન્ડસ્ટ્રીયલમાં કામ કરતા તોલસિંગ તેરસિંગ ગેહલોત (વડોલી ગામ) પાણીનો ટાંકો બનાવવા ખોદવામાં આવેલા ખાડા પર કામ કરી રહ્યા હતા. દરમિયાન ખાડામાં પાણી ભરાયું હોવાથી તેને બહાર કાઢવા પાણીની મોટર અંદર ઉતારવામાં આવી હતી.

તોલસિંગભાઈ જ્યારે મોટરના વાયરના છેડા ઈલેક્ટ્રિક બોર્ડમાં નાખવા ગયા ત્યારે કરંટ લાગ્યો હતો. જેથી તેમના ડાબા હાથની આંગળીઓ, પગની પાની અને ખભા પર ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શ્રમિકને સાયણ સ્થિત જીવનરક્ષા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
📲Get App