🔥 TRENDING Punjab Farmers Adopt Technique Said to... Diaspora Influence Shapes Punjab Polit... Explosion and Fire at Oil India Facili... Assam CM Himanta Biswa Sarma inaugurat... 14th Social Work Conference Ends at As... జేఎన్టీయూ హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గ...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રીપોર્ટર વાદી મેહુલ ભાઇ સંતરામપુર
Local

રીપોર્ટર વાદી મેહુલ ભાઇ સંતરામપુર

✍️ Reporter: Vadi Mehul Kumar fulSingbhai 🗓 11 Sep 2026, 06:44 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં 590 કરોડ રૂપિયાની કિંમતનું ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટનું ઇ-ખાતમુર્ત કરવામાં આવ્યું, જે ડેમની કુલ ક્ષમતા 350 મેગાવોટ સુધી વધારશે.

મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલ કડાણા ડેમમાં 590 કરોડ રૂપિયાની કિંમતનું ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટનું ઇ-ખાતમુર્ત કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઔપચારિક સમારંભનું નેતૃત્વ કર્યું.

ડેમના બેકવોટર ક્ષેત્રમાં બે લાખ સોલર પેનલ સ્થાપિત કરવામાં આવશે, જે અંદાજે 110 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. હાલ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે, અને આ નવી સોલર ક્ષમતા ઉમેરવાથી કુલ ઉત્પન્ન ક્ષમતા 350 મેગાવોટ સુધી પહોંચશે.

સોલર પેનલની સ્થાપના કારણે પાણીનું બાષ્પીભવન 60 થી 70 ટકા સુધી ઘટશે, જે ડેમના પાણી સ્તરના સંરક્ષણમાં સહાય કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કડાણા ડેમ રાજ્યનું પ્રથમ હાઇડ્રો અને સોલર બંને પ્રકારની વીજળી ઉત્પન્ન કરતું ડેમ બનશે.
📲Get App