🔥 TRENDING Remains of Vikram Arrive in Imphal and... Manipur Musician's Son Fatally Beaten... DAA President Lewingston K. Marak High... Ecological Crisis Unfolds in East Jain... Nearly Half of Meghalaya’s Population... Tripura Aims to Turn Every School into...
10 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લુણાવાડામાં બાપ્પાના આગમનમાં બેવડી ધૂમ: ભોઈ-મોચી સમાજે બે ગણપતિ સાથે કર્યું ધમાકેદાર સ્વાગત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 10 Sep 2026, 12:47 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા ગાજ્યું "ગણપતિ બાપ્પા મોરયા" ના નાદથી: અલગ-અલગ ફાયર સેટ સાથે બે સ્થળે થયું શ્રીજીનું વિશેષ આગમન

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભોઈ સમાજ યુવક મંડળ તેમજ મોચી સમાજ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમનની ભવ્ય ઉજવણી અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.

આ વર્ષની વિશેષતા એ રહી હતી કે બંને સમાજ દ્વારા બે અલગ-અલગ સ્થાને બે અલગ ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા જાળવી રાખીને યુવક મંડળના યુવાનોએ એકત્ર થઈને આયોજનને સફળ બનાવ્યું હતું અને બંને મંડળોએ પોત-પોતાના વિસ્તારમાં શ્રીજીની સ્થાપના માટે તૈયારીઓ કરી હતી.

આગમન યાત્રા દરમિયાન બંને સ્થાને "ગણપતિ બાપ્પા મોરયા" ના ગગનભેદી નાદ અને ડીજેના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યુવાનો નાચતા-ગાતા શ્રીજીને વધાવવા ઉમટી પડ્યા હતા. આ ભવ્ય આગમન યાત્રા શહેરના મુખ્ય બજાર સહિત મુખ્ય માર્ગો પર ફરી હતી.

યાત્રાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, વડીલો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. બજારના મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.

આયોજકો દ્વારા બંને સ્થાને શ્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધિવત આરતી ઉતારી અને આકર્ષક ફાયર શો સાથે બાપ્પાનું સ્વાગત કરાતા દ્રશ્ય અત્યંત આહલાદક બન્યું હતું. ભોઈ સમાજ અને મોચી સમાજના આગેવાનો તથા યુવક મંડળના સભ્યોની અથાગ મહેનતથી આ બંને આગમન યાત્રા સફળ રહી હતી
📲Get App