રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

સંતુલિત આહાર, સ્વચ્છતા અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ અંગે બાળકો-વાલીઓમાં જનજાગૃતિ કેળવાઈ
પોષણ સાથે સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે સામૂહિક શપથ લેવાયા
અમરેલી, તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં તેમજ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પોષણલક્ષી અને જનજાગૃતિપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં બાળકો, વાલીઓ તથા આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને પોષણ, સ્વચ્છતા, સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ અંગે જનજાગૃતિ કેળવવામાં યોગદાન આપ્યું હતું.
પોષણ માસ અંતર્ગત ૦૯ સપ્ટેમ્બરે યોજાયેલી પ્રવૃત્તિઓ દરમિયાન વિવિધ ખાદ્ય જૂથો તથા પોષણયુક્ત ખાદ્યસામગ્રીનું પ્રદર્શન અને ઓળખ પ્રવૃત્તિ યોજાઈ હતી. સાથે જ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરેનો દૈનિક આહારમાં યોગ્ય ઉપયોગ કરવા અંગે બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો અને વાલીઓને સંતુલિત અને વિવિધતાસભર આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પોષણ સાથે સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સામૂહિક શપથનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોના સર્વાંગી વિકાસમાં શારીરિક સક્રિયતાના મહત્વને ધ્યાનમાં રાખી આંગણવાડી કાર્યકરો અને બાળકોએ સરળ શારીરિક કસરત તથા યોગાભ્યાસમાં પણ સહભાગી થઈને નિયમિત શારીરિક પ્રવૃત્તિ અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, ડિજિટલ માધ્યમના ઉપયોગથી પોષણ સંબંધિત માહિતી અને વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પોષણ માસની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને વાલીઓમાં સંતુલિત તથા પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ વધારવા, સ્થાનિક અને સરળતાથી ઉપલબ્ધ પોષણયુક્ત ખાદ્યસામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ પોષણની સાથે સ્વચ્છતા અને નિયમિત શારીરિક પ્રવૃત્તિના મહત્વ અંગે સમજણ વિકસાવવાનો રહ્યો હતો.
અમરેલી જિલ્લાના આંગણવાડી કાર્યકરો, બાળકો અને વાલીઓની સહભાગિતાથી “સુપોષિત બાળક-સુપોષિત પરિવાર” નો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.