🔥 ट्रेंडिंग भेल दशहरा मैदान में नवीन न्याय संहिताओ... मुरैना के वरिष्ठ IPS अधिकारी मनोज कुमा... भारतीय जनता पार्टी ने नक्षत्र गार्डन,... फतेहाबाद में विकसित भारत संकल्प सभा: प... तेज़ गति से चलती इनोवा ने अमृतसर में ई... लुधियाना में बीजेपी रैली, पार्टी कार्य...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરકાદેવી આઈસ્ક્રીમના બદામ શેક અને ગાંઠિયા રથના નાસ્તામાંથી જીવજંતુ નીકળ્યાનો આક્ષેપ
ગ્રાહકો દ્વારા બનાવાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વચ્છતા અને ગુણવત્તા સામે સવાલો

ભરકાદેવી આઈસ્ક્રીમના બદામ શેક અને ગાંઠિયા રથના નાસ્તામાંથી જીવજંતુ નીકળ્યાનો આક્ષેપ ગ્રાહકો દ્વારા બનાવાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વચ્છતા અને ગુણવત્તા સામે સવાલો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 09 सित. 2026, 02:26 PM 👁 76
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં ભરકાદેવી આઈસ્ક્રીમની રેકડી પરથી લેવામાં આવેલા બદામ શેકમાંથી મંકોડો નીકળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. બીજી તરફ, વિરમગામ વિસ્તારમાં આવેલા **ગાંઠિયા રથ (શાહીબાગ વાળા)**ના નાસ્તાના સંભારમાંથી કરોળિયો નીકળ્યાનો દાવો કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, વિરમગામના પોપટ ચોકડી વિસ્તારમાં માર્ગની બાજુમાં ઉભી રહેતી ભરકાદેવી આઈસ્ક્રીમની રેકડી પરથી એક ગ્રાહકે બદામ શેક ખરીદ્યો હતો. બદામ શેક પીતી વખતે તેમાંથી મંકોડો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત, વિરમગામ વિસ્તારમાં આવેલા ગાંઠિયા રથની દુકાનમાં ગ્રાહક નાસ્તો કરી રહ્યો હતો તે દરમિયાન સંભારમાંથી કરોળિયો નીકળ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાનો પણ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.બંને ઘટનાઓના વીડિયો વાયરલ થતાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. ગ્રાહકો દ્વારા જવાબદાર તંત્ર સમક્ષ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ગ્રાહકોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોમાં આવી બેદરકારી ન થાય અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App