🔥 TRENDING Andhra Pradesh Energy Expo 2026 Showca... Andhra Police Arrest Naval Staffer and... AP Launches ₹1 Lakh-Crore Horticulture... Two-Headed, Four-Eyed Snake Rescued in... SUV Crash in Bhavnagar Claims 7 Lives Union Cabinet Passes Resolution Honour...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં રખડતા પશુઓનો વધતો ત્રાસ: માર્ગ સુરક્ષાને જોખમ
Local

હિંમતનગરમાં રખડતા પશુઓનો વધતો ત્રાસ: માર્ગ સુરક્ષાને જોખમ

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 09 Sep 2026, 04:42 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં નેશનલ હાઈવે અને આંતરિક વિસ્તારોમાં રખડતા અને બિનવારસી પશુઓનું ત્રાસ વધતું જાય છે, જે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમી બન્યું છે.

હિંમતનગર શહેરમાં નેશનલ હાઈવે અને આંતરિક વિસ્તારોમાં રખડતા અને બિનવારસી પશુઓનું ત્રાસ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ઢોર અને અડીંગો રાત્રિ-દિવસ રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે.

મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના બ્રિજ નીચે નાના ગરનાળા બનાવવામાં આવ્યા છે, જે છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનું કાયમી આશ્રયસ્થાન બની ગયા છે. રસ્તાની વચોવચ પશુઓ બેસી રહેતા હોવાથી વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવે છે.

આ પશુઓએ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે. નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં નાગરિકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપ્યો છે.
📲Get App