🔥 ट्रेंडिंग પલસાણાના તાતીથૈયા નજીક દેશી પિસ્તોલ અન... માનવ સેવા આશ્રમમાં મનોદિવ્યાંગ અને નિર... सुप्रीम कोर्ट ने वानभूलपुरा घुसपैठ माम... उत्तarakhand के काशिपुर में 6 साल की ब... उत्तarakhand में कुत्ते ने बाघ के साथ... दिल्ली में पाँच मंजिला घरों पर कार्रवा...
09 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ખાંભા તાલુકાના નેસડી-૨ ગામમાં સરપંચ અને તંત્રની મિલીભગતથી સરકારી યોજનાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો

✍️ रिपोर्टर: Vaibhav Chovatiya 🗓 09 सित. 2026, 06:02 PM 👁 2
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેસડી-૨ ગામમાં સરપંચ અને તંત્રની મિલીભગતથી સરકારી યોજનાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો
ખાંભા તાલુકો, અમરેલી જિલ્લો:
નેસડી-૨ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામમાં વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિકથી જિલ્લા કક્ષાએ છેલ્લા છ મહિનાથી રજૂઆતો કરવા છતાં યોગ્ય તપાસ ન થઈ હોવાનો પણ આક્ષેપ છે.
જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓ પાસેથી હપ્તાની રકમ ચૂકવવા અથવા પ્રક્રિયા આગળ વધારવાના નામે કમિશન વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપો છે.
આ ઉપરાંત વૃક્ષારોપણ અને અમૃત વાટિકા યોજના, RCC રોડ, મનરેગા, સરકારી બોર, સ્ટ્રીટલાઈટ તેમજ ચેકડેમના કામોમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
નાગરિકોના જણાવ્યા પ્રમાણે આશરે રૂ. ૧૦ લાખના ખર્ચે બનેલા RCC રોડમાં માત્ર આઠ મહિનામાં જ તિરાડો પડવા લાગી છે, જ્યારે રૂ. ૩ લાખની સ્ટ્રીટલાઈટ ગ્રાન્ટ સામે ગામમાં મર્યાદિત સંખ્યામાં જ લાઈટો જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મનરેગા યોજનામાં ગામમાં રહેતા ન હોય તેવા લોકોના જોબકાર્ડનો ઉપયોગ કરી બોગસ હાજરી દર્શાવી સરકારી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો છે. સરકારી બોર અને બોર મશીનરીના ઉપયોગ અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.
જાગૃત નાગરિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ, તમામ વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ તથા સરકારી ગ્રાન્ટ અને ખર્ચની વિગતો જાહેર કરવાની માંગ કરી છે.
નાગરિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે, છેલ્લા છ મહિનાથી સ્થાનિક સ્તરથી જિલ્લા કક્ષા સુધી અરજીઓ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં હવે સમગ્ર મામલો મીડિયા સમક્ષ લાવવામાં આવી રહ્યો છે.
📲Get App